SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થકારે પ્રસ્તુત શાસ્ત્ર શી રીતે રચ્યું ? ૧૧૩૭ જો ગ્રન્થકાર ગુરુના બધા ગુણોને બરાબર કહેવા અસમર્થ હોય તો તેમણે ગુરુગુણષત્રિશષત્રિશિકા નામનું આ શાસ્ર શી રીતે રચ્યું ? આવી શંકાનું સમાધાન કરે છે – શબ્દાર્થ - છતાં પણ શાસ્ત્રોને અનુસારે ભક્તિથી ગુરુના ગુણોના સંગ્રહરૂપ આ છત્રીસ છત્રીસીઓ આ કુલકમાં કહી છે. (૩૯) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - જો કે ગુરુના બધા ગુણોનું વર્ણન શક્ર પણ કરી શકતો ન હોવાથી મારુ પણ તેમાં સામર્થ્ય નથી, છતાં પણ ‘ગુરુગુણષત્રિશત્પત્રિશિકા’ નામના આ કુલકમાં શાસ્ત્રોને અનુસારે અને ગુરુ પરના બહુમાનથી ગુરુના ગુણોના સંગ્રહરૂપ આ છત્રીસ છત્રીસીઓ મેં કહી છે. છત્રીસ ગાથાઓના સમૂહને છત્રીસી કહેવાય છે. આ સંક્ષેપમાં અર્થ કહ્યો. વિસ્તૃત અર્થ આ પ્રમાણે છે – ગ્રન્થકાર કહે છે કે – જો કે ગુરુના બધા ગુણોનું સચોટ વર્ણન ક૨વા હું અસમર્થ છું છતાં પણ ગુરુના ગુણોના સંગ્રહરૂપ છત્રીસ છત્રીસીઓ મેં આ કુલકમાં વર્ણવી છે તેમાં બે કારણ છે – (૧) મેં આ છત્રીસીઓ મારી બુદ્ધિથી વિચારીને કહી નથી પણ શાસ્ત્રોને અનુસારે કહી છે. જે રીતે શાસ્ત્રોમાં મેં આ છત્રીસીઓ વાંચી તે પ્રમાણે મેં અહીં તે બતાવી છે. આમાં મારી કંઈ પંડિતાઈ નથી. શાસ્ત્રોમાંથી કાઢીને મેં અહીં એ છત્રીસીઓ ગુંથી છે. (૨) મેં આ છત્રીસીઓ ગુરુ પરના ભક્તિભાવથી રચી છે. જેમ પોતે જવા અસમર્થ પાંગળો લાકડીની મદદથી ઇષ્ટ સ્થાનને પામે છે તેમ સ્વયં ગુરુના ગુણોને કહેવા અસમર્થ એવા મેં ગુરુબહુમાનની મદદથી આ છત્રીસીઓ રચી છે. ગુરુભક્તિએ જ પરાણે મને આ શાસ્ત્રની રચના કરવા પ્રેરણા કરી અને ગુરુભક્તિથી જ આ શાસ્ત્રની વિઘ્ન વિના સમાપ્તિ થઈ. ભક્તામરસ્તોત્રમાં કહ્યું છે - ‘અલ્પ શ્રુતજ્ઞાનવાળા, શાસ્ત્ર જાણનારાઓને માટે ઉપહાસનું સ્થાન એવા મને તમારી ભક્તિ જ વાચાળ કરે છે, કેમકે ખરેખર કોયલ વસંતમાં મધુર રીતે અવાજ કરે છે તેનું એકમાત્ર કારણ સારી એવી આંબાની કળીઓનો સમૂહ છે. (૬)’ આમ પૂર્વના શાસ્ત્રો અને ગુરુભક્તિના પ્રભાવે મેં આ છત્રીસીઓ રચી છે, મારા સામર્થ્યથી નહીં. આ શ્લોકથી એ બતાવ્યું કે, આ કુલક છત્રીસીઓથી બનેલું છે. છત્રીસીઓનો વિષય અને તેમનું પ્રમાણ પણ આ શ્લોક વડે કહેવાયું છે. (૩૯)
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy