________________
૧૧૩૪
ગુરુના માત્ર આટલાં જ ગુણો નથી, પરંતુ અનંતા છે. ગ્રંથકારે પોતાની શક્તિમુજબ ગુરુના થોડા ગુણોનું વર્ણન કર્યું છે. ગુરુના બધા ગુણોને સમજાવવા પોતાનું સામર્થ્ય નથી એવું પ્રગટ કરવા તેઓ કહે છે -
ગ્રન્થકારવડે બધા ગુરુગુણોને સમજાવવાના અસમાર્થનું પ્રદર્શન કરાવું
શબ્દાર્થ - જો કે સૂરિવરોના ગુણોનું સારી રીતે કીર્તન ક૨વા શક્ર પણ સમર્થ નથી, તો પછી ગાઢ રીતે મૂઢ મતિવાળો હું કોણ ? (૩૮)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - સૂરિવો એટલે સારા આચાર્યો. ગુણોનું કીર્તન એટલે ગુણો કહેવા. શક્ર એ સૌધર્મ દેવલોકનો અધિપતિ છે. ગાઢ રીતે મૂઢ મતિવાળો એટલે અત્યંત મોહથી યુક્ત બુદ્ધિવાળો. ગુરુના ગુણોનું કીર્તન કરવા હું તો સમર્થ નથી જ, શક્ર પણ સમર્થ નથી એ જણાવવા પિ શબ્દ મૂક્યો છે. આ માત્ર શબ્દોનો અર્થ છે.
ભાવાર્થ આ પ્રમાણે છે – દેવો અચિંત્ય સામર્થ્યવાળા હોય છે. તેમાં પણ ઇન્દ્રોનું સામર્થ્ય ઘણું હોય છે. સમભૂતલથી અસંખ્ય યોજન ઉપર જઈને પહેલો દેવલોક આવેલ છે. તેનો અધિપતિ શક્ર નામનો ઇન્દ્ર છે. ગુરુના ગુણો અનંતા છે. અચિંત્ય સામર્થ્યવાળો શક્ર પણ જો ગુરુના બધા ગુણોને જેવા છે તેવા કહેવા માટે અસમર્થ છે તો ગુરુના બધા ગુણોનું સાચું પ્રતિપાદન કરવામાં અલ્પસામર્થ્યવાળા અને મંદબુદ્ધિવાળા મારી શી વાત કરવી ? હું તો તેમનું બરાબર પ્રતિપાદન કરવામાં અવશ્ય અસમર્થ છું – એમ ગ્રન્થકાર કહે છે. (૩૮)
I+
+
जं न लहइ सम्मत्तं, लद्धूण वि जं न एइ संवेगं । विसयसुहेसु य रज्जइ, सो दोसो रागदोसाणं ॥
જીવો જે સમ્યક્ત્વ નથી પામતા, સમ્યક્ત્વ પામ્યા પછી પણ સંવેગ નથી પામતા અને વિષયસુખોમાં આસક્ત થાય છે તે રાગ-દ્વેષનો દોષ છે.
को दुक्खं पाविज्जा ? कस्स व सुक्खेर्हि विम्हओ हुज्जा ? ।
को व न लभिज्ज मुक्खं ? रागदोसा जइ न हुज्जा ॥
જો રાગ-દ્વેષ ન હોત તો કોણ દુઃખ પામત ? કોણ સુખોથી આશ્ચર્ય પામત ? અથવા કોણ મોક્ષ ન પામત ?