________________
૧૧૩૨
અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ (૭) આ બધુ જીવ છે એટલે વાયુથી પુદ્ગલોને હાલતાં ચાલતાં જોઈને સર્વ વસ્તુઓ હાલતી ચાલતી હોવાથી જીવ જ છે, અજીવ છે જ નહીં એમ માનવું તે વિભંગજ્ઞાન છે.”
ગુરુ બે પ્રકારના ધર્મને જાણે છે અને પ્રરૂપે છે. ધર્મ બે પ્રકારનો છે – શ્રમણધર્મ અને શ્રાવકધર્મ. તેમાં શ્રમણધર્મ પાંચ મહાવ્રતરૂપ છે અથવા દસ પ્રકારના યતિધર્મરૂપ છે. પાંચ મહાવ્રતોનું સ્વરૂપ બીજી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. દસ પ્રકારના યતિધર્મનું સ્વરૂપ બારમી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. શ્રાવકધર્મ સમ્યકત્વ મૂળ બાર વ્રત રૂપ છે. પાંચ પ્રકારના સમ્યક્ત્વનું સ્વરૂપ બીજી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. બારવ્રતોનું સ્વરૂપ ચૌદમી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યું છે. આમ ગુરુ છત્રીસ ગુણોથી વિભૂષિત હોય છે. (૬૪૯)
આમ ગુરુના ગુણોની અડતાલીસ છત્રીસીઓ કહી. ગુરુના માત્ર આટલા જ ગુણો નથી. ગુરુ આવા અનેક ગુણોના સેંકડો સમૂહોથી અલંકૃત છે. તેમના બધા ગુણોનું વર્ણન કરવું આપણા માટે શક્ય નથી. માટે તેમના થોડા ગુણોનું અહીં વર્ણન કર્યું છે. ગુરુસુવિહિતોનું એટલે કે સાધુઓનું હિત કરે છે. આવા ખૂબ જ સારા આચાર્ય સાધુસમુદાયરૂપ ગચ્છમાં આધાર સમાન છે એમ તીર્થકરો અને ગણધરોએ કહ્યું છે. (૬૫૦).
कह तं भण्णइ सुक्खं ? सुचिरेण वि जस्स दुक्खमल्लिअइ । जं च मरणावसाणे, भवसंसाराणुबंधिं च ॥
લાંબા કાળે જેમાં દુઃખ આવી પડે છે અને મરણ પછી જે સંસારની પરંપરા ઊભી કરે છે તેને સુખ શી રીતે કહેવાય? आहारेसु सुहेसु अ, रम्भावसहेसु काणणेसुं च । साहूण नाहिगारो, अहिगारो धम्मकज्जेसु ॥
સાધુઓને આહાર, સુખ, સુંદર મકાનો અને જંગલો સંબંધી અધિકાર નથી, ધર્મકાર્યોનો અધિકાર છે. जो गिण्हइ गुरुवयणं, भण्णंतं भावओ विसुद्धमणो। ओसहमिव पिज्जंतं, तं तस्स सुहावहं होइ ॥
બોલાતા એવા ગુરુવચનને જે ભાવથી, વિશુદ્ધ મનથી ગ્રહણ કરે છે તેને તે ગુરુવચન પીવાતા ઔષધની જેમ સુખ કરનારું થાય છે.