________________
સાત પ્રકારનું વિભંગશાન
૧૧૩૧
ગુરુ છ ભાષાઓને જાણે છે. તેમનું સ્વરૂપ ચોથી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. ગુરુ બે પ્રકારના ધ્યાનને જાણે છે. ધ્યાન બે પ્રકારનું છે. (૧) પ્રશસ્તધ્યાન-સારુ ધ્યાન અને (૨) અપ્રશસ્તધ્યાન-ખરાબ ધ્યાન. ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ પ્રશસ્તધ્યાન છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ અપ્રશસ્તધ્યાન છે. ભેદોસહિત આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુલધ્યાનનું સ્વરૂપ પહેલી છત્રીસીની વૃત્તિમાં વર્ણવ્યું છે.
ગુરુ સાત પ્રકારના વિભંગજ્ઞાનના સ્વરૂપને જાણે છે. તે પાક્ષિકસૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે –
‘સાત પ્રકારનું વિભંગજ્ઞાન છે. જેમાં વિરુદ્ધ કે ખોટો એટલે વસ્તુના સ્વરૂપ પ્રમાણે ન હોય તેવો વિકલ્પ હોય તે વિભગંજ્ઞાન છે. વિભંગજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિતનું અવધિજ્ઞાન. તે સાકાર છે. તે સાત પ્રકારનું છે -
(૧) એક દિશામાં લોકજ્ઞાન એટલે પૂર્વ વગેરે એક દિશામાં લોકનો બોધ થવો તે. એને શેષ દિશાઓમાં લોકનો બોધ ન થવાથી તેનો નિષેધ કરે છે. માટે તે વિભંગજ્ઞાન છે.
(૨) પાંચ દિશામાં લોકજ્ઞાન એટલે પાંચ દિશાઓમાં લોકનો બોધ થવો, કોઈ એક દિશામાં નહીં. એ એક દિશામાં લોકનો નિષેધ કરતો હોવાથી વિભંગજ્ઞાન છે.
(૩) ક્રિયાવરણ જીવ એટલે જીવો વડે કરાતી હિંસા વગેરે દેખાતા હોવાથી અને તેનાથી બંધાતાં કર્મો ન દેખાતાં હોવાથી હિંસા વગેરે ક્રિયા એ જ જીવનું આવરણ છે એમ માનવામાં તત્પર તે ત્રીજુ વિભંગજ્ઞાન. એ કર્મો ન દેખાતાં હોવાથી તેમને નથી માનતું. માટે તે વિભંગજ્ઞાન
છે.
(૪) મુદગ્ગ જીવ એટલે ભવનપતિ વગેરે દેવો પોતાના શરીરની અવગાહનાના ક્ષેત્રની અંદર રહેલા અને બહાર રહેલા પુદ્ગલોને ગ્રહણ કરી ઉત્તરવૈક્રિય શરીર રચે છે, તે જોઈને સર્વ જીવોનું શરીર પોતાના અવગાહનાના ક્ષેત્રના બાહ્ય અને અત્યંતર પુદ્ગલોથી જ રચાયેલું છે એમ માનવું તે વિભંગજ્ઞાન છે.
(૫) અમુગ્ધ જીવ એટલે દેવોનું ભવસ્થવૈક્રિયશરીર બાહ્ય-અત્યંતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના જ રચાયેલું જોઈને સર્વ જીવોનું શરીર બાહ્ય-અત્યંતર પુદ્ગલોથી રચાયેલું નથી એમ માનવું તે વિભંગજ્ઞાન છે.
(૬) રૂપી જીવ એટલે વૈક્રિયશરીરવાળા દેવોને જોઈને સર્વ જીવો રૂપી જ છે એમ માનવું તે વિભંગજ્ઞાન છે.