SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીસ પ્રકારની ગણિસંપત્તિ ૧૦૬૫ સૂત્રતા : ઉત્ક્રમ અને ક્રમ પૂર્વકની વાચનાદિ વડે સૂત્રની સ્થિરતા, (૩) વિચિત્રસુત્રતા : પોતાના શાસ્ત્ર, બીજાના શાસ્ત્ર વગેરે ભેદથી વિચિત્ર સૂત્રોને જાણે. (૪) ઘોષવિશુદ્ધિકરણતાઃ ઉદાત્તાદિ વિજ્ઞાનથી. (૩) શરીર સંપત્તિ ચાર પ્રકારની ઃ (૧) આરોહપરિણાયુક્તતા : ઉચિત લંબાઈ વગેરેની વિસ્તરતા, (૨) અનવત્રપ્યતા : અલજ્જનીય અંગપણું, (૩) પરિપૂર્ણ ઇન્દ્રિયતા : ચક્ષુરાદિ ઇન્દ્રિયનું અહીનપણું, (૪) સ્થિરસંહનનતાઃ તપ વગેરેમાં શક્તિયુક્તપણું. (૪) વચન સંપત્તિ ચાર પ્રકારની : (૧) વચનનું આદેયપણું, (૨) મધુરવચનતા, (૩) અનિશ્રિતવચનતા : મધ્યસ્થવચનતા, (૪) અસંદિગ્ધવચનતા. (૫) વાચન સંપત્તિ ચાર પ્રકારનીઃ (૧) જાણીને ઉદ્દેશો કરવો પરિણામિકાદિ શિષ્યને જાણીને, (૨) જાણીને સમુદ્દેશને કરવો, (૩) પરિનિર્વાપ્ય વાચનાઃ પૂર્વે આપેલા આલાવાદિ શિષ્યને ભણાવીને પછી સૂત્રનું દાન, (૪) અર્થનિર્યાપણ: પૂર્વાપરની સંગતિ વડે અર્થની વિચારણા. (૬) મતિ સંપત્તિ ચાર પ્રકારની ઃ (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અપાય, (૪) ધારણા. (૭) પ્રયોગમતિ સંપત્તિ ચાર પ્રકારની અહીં પ્રયોગ એટલે વાદમુદ્રા. તેમાં (૧) આત્મપરિજ્ઞાન - વાદાદિ વિષયના સામર્થ્યનું જ્ઞાન. (૨) પુરુષપરિજ્ઞાન : શું આ વાદી સાંખ્ય હશે કે બૌદ્ધ? એવું જ્ઞાન (૩) ક્ષેત્રપરિજ્ઞાનઃ શું આ ક્ષેત્ર માયાથી યુક્ત હશે કે અન્યથા હશે ? સાધુથી ભાવિત હશે કે અભાવિત હશે ? આ પ્રમાણે જાણવું. (૪) વસ્તુજ્ઞાનઃ શું આ રાજા, પ્રધાન, સભ્યો વિ. ભદ્રક હશે કે અભદ્રક? | (૮) સંગ્રહ પરિજ્ઞા સંપત્તિ ચાર પ્રકારની સંગ્રહ - સ્વીકાર. તેની પરિજ્ઞા એટલે જ્ઞાન. આઠમી સંપત્તિ ચાર પ્રકારે (૧) પીઠ ફલકાદિ દ્રવ્ય વિષયવાળી, (૨) બાલાદિ યોગ્ય ક્ષેત્ર વિષયવાળી, (૩) યોગ્ય સમયે સ્વાધ્યાય - ભિક્ષાના વિષયવાળી, (૪) યથોચિત વિનય વગેરેના વિષયવાળી. (૨૯) (૧૪૩). (સટીક સમ્યકત્વપ્રકરણના મુનિશ્રી પુણ્યકીર્તિવિજયજી મ. સંપાદિત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આ બત્રીસ ગણિસંપત્તિઓથી હંમેશા સમૃદ્ધ હોય છે. વિનયનો અર્થ પૂર્વે કહ્યો છે. તે ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે – ૧ આચાર
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy