________________
૧૦૬૪
બત્રીસ પ્રકારની ગણિસંપત્તિ ૨. ભદ્રિક વગેરે પુરુષને લક્ષ્ય રાખી તેના અનુરૂપ દેશના વગેરે કરવી તે સંસક્તસંપદા. બીજા ગ્રંથોમાં તો નિષદ્યા વગેરેની મલિનતાને દૂર કરવા માટે પીઠ, પાટ, પાટલા, વગેરે ગ્રહણ કરવા રૂપ બીજી સંપદા કહી છે. પાટ, પાટલા વગેરે ગ્રહણ ન કરાય તે વાત બરાબર નથી, કેમકે સિદ્ધાંતમાં તેને ગ્રાહ્યરૂપે કહ્યા છે. જીતકલ્પસૂત્રમાં કહ્યું છે કે, “પીઠ, પાટીયુ વગેરેને ગ્રહણ કરવાથી નિષદ્યા વગેરે મેલા થતા નથી. વર્ષાઋતુમાં વિશેષ પ્રકારે ગ્રહણ કરવા જોઈએ. અન્યકાળ માટે બીજા સ્થાનથી જાણવું. કેમકે ચોમાસામાં કુંથવા વગેરે જીવો વિશેષ હોય છે. તેથી ગ્રહણ કરવું.'
૩. યથાયોગ્ય કાળે જ સ્વાધ્યાય, પડિલેહણ, ગોચરી, ઉપધિ મેળવવારૂપ સ્વાધ્યાય સંપદા.
૪. ગુરુ, દીક્ષાદાતા અધ્યાપક, જ્ઞાનદાતા, રત્નાધિક, વગેરેની ઉપધિ ઉપાડવી. પગ વગેરે દબાવવારૂપ વિશ્રામણા, ઊભા થવું, દાંડો લેવો વગેરે શિક્ષણરૂપ શિક્ષોપસંગ્રહ સંપદા-આ ચાર પ્રકારે સંગ્રહપરિજ્ઞાસંપદા જાણવી. એ પ્રમાણે ગણિસંપદાના બત્રીશ ભેદ થયા. (૫૪૬)
(સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
જેનું બીજું નામ દર્શનશુદ્ધિપ્રકરણ છે એવા સમ્યકત્વપ્રકરણમાં અને તેની વૃત્તિમાં પણ કહ્યું છે –
ગાથાર્થઃ આઠ પ્રકારની આચાર્યની સંપત્તિ તેને ચાર ગુણી કરતાં બત્રીસ થાય છે અને ચાર પ્રકારનો વિનય આ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણો છે. (૨૯) (૧૪૩)
ટીકાર્થ : ગણ એટલે ગચ્છ તે જેને છે તે ગણી = આચાર્ય, તેની સમૃદ્ધિ. તે આઠ પ્રકારની છે. (૧) આચાર, (૨) શ્રત, (૩) શરીર, (૪) વચન, (૫) વાચના, (૬) મતિ, (૭) પ્રયોગમતિ, (૮) સંગ્રહપરિજ્ઞા. આ આઠને ચાર વડે ગુણવાથી આચાર્યના બત્રીસ ગુણ થાય છે.
(૧) આચાર સંપત્તિ ચાર પ્રકારની - ત્યાં આચાર એટલે અનુષ્ઠાન તે રૂપી સંપત્તિ તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે (૧) સંયમ ધ્રુવયોગમાં યુક્તતાઃ ચારિત્રમાં હંમેશાં સમાધિ ઉપયોગીપણું, (૨) અસંપ્રગ્રહઃ પોતાના જાત્યાદિના ઉત્સકરૂપ આગ્રહનું વર્જન, (૩) અનિયતવૃત્તિઃ અનિયત વિહાર, (૪) વૃદ્ધશીલતાઃ શરીર અને મનની નિર્વિકારતા.
(૨) શ્રુત સંપત્તિ ચાર પ્રકારની ઃ (૧) બહુશ્રુતતાઃ યુગપ્રધાનતા, (૨) સપરિચિત