________________
૧૦૬૬
ચાર પ્રકારનો વિનય
વિનય, ૨ શ્રુતવિનય, ૩ વિક્ષેપવિનય અને ૪ દોષપ્રતિઘાતવિનય. પ્રવચનસારોદ્વારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે,
‘ગાથાર્થ - આચારમાં, શ્રુતવિનયમાં, વિક્ષેપણમાં અને દોષના પ્રતિઘાતમાં - વિનયમાં આ ચાર પ્રકારની પ્રતિપત્તિ જાણવા યોગ્ય છે. (૫૪૭)
ટીકાર્થ - વિનય : હવે ચાર પ્રકારે વિનય કહે છે. ૧. આચારવિનય, ૨. શ્રુતવિનય, ૩. વિક્ષેપણવિનય અને ૪. દોષપરિઘાતવિનય. આ ચાર પ્રકાર વિનયના જાણવા.
૧. આચારવિનય : આચારવિનય, સાધુઓની સામાચા૨ીનું પાલન, તે જ આચારવિનય. જે આચાર કર્મોને દૂર કરે તે આચારવિનય ચાર પ્રકારે છે.
૧. સંયમસામાચારી ૨. તપસામાચારી ૩. ગણસામાચારી ૪. એકાકીવિહારસામાચારી.
૧. સંયમસામાચારી એટલે સ્વયં સંયમ આચરે, બીજા પાસે સંયમ પળાવે, સંયમમાં સીદાતાને સ્થિર કરે અને સંયમમાં ઉજમાળ થયેલાની ઉપબૃહણા કરે.
૨. તપસામાચારી એટલે પધ્ધિ વગેરેમાં પોતે તપ કરે અને બીજા પાસે કરાવે. ભિક્ષાચર્યામાં પોતે પ્રવર્તે અને બીજાને પણ ગોચરીમાં જોડે, તે તપસામાચારી.
૩. ગણસામાચારી એટલે બાલ-વૃદ્ધ વગેરેની પડિલેહણ વગેરે વૈયાવચ્ચના કામમાં પોતે જાતે અગ્લાનિપણે ઉજમાળ હોય અને ગણને પણ પ્રેરણા કરે.
૪. એકાકીવિહારસામાચારી એટલે એકાકીવિહારપ્રતિમા પોતે સ્વીકારે અને બીજાને ગ્રહણ કરાવે.
૨. શ્રુતવિનય : શ્રુતવિનય પણ ચાર પ્રકારે છે.
૧. સૂત્રની વચના આપે.
૨. અર્થની વાચના આપે.
૩. હિતશિક્ષા આપે તે હિતવાચના. હિતવાચના ત્યારે જ થાય, કે પારિણામિક આદિ ગુણયુક્ત શિષ્યને સમજીને જેને જે યોગ્ય હોય, તે સૂત્ર-અર્થ અને તદુભય આપે.
૪. સૂત્ર અથવા અર્થ ગ્રંથની સમાપ્તિ સુધી સંપૂર્ણ વંચાવે. પરન્તુ વચ્ચે અસ્થિરપણાથી છોડી ન દે.
૩. વિક્ષેપણવિનય : જેનો વિક્ષેપ કરાય તે વિક્ષેપણ. તે વિક્ષેપણવિનય ચાર પ્રકારે છે.