SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીસમી છત્રીસી હવે છત્રીસમી છત્રીસી કહે છે – શબ્દાર્થ - જેના દરેકના ચાર પ્રકાર છે એવી આઠ ગણિસંપત્તિ - આમ બત્રીસ ગણિસંપત્તિથી હંમેશા યુક્ત અને ચાર પ્રકારના વિનયમાં પ્રવૃત્ત - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૩૭) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ગણ એટલે સાધુઓનો સમુદાય. તે જેની પાસે હોય તે ગણી, એટલે કે આચાર્ય. તેમની સંપત્તિ એટલે ભાવસમૃદ્ધિ તે ગણિસંપત્તિ. તે આઠ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ આચારસંપત્તિ, ૨ શ્રુતસંપત્તિ, ૩ શરીરસંપત્તિ, ૪ વચનસંપત્તિ, ૫ વાચનસંપત્તિ, ૬ મતિસંપત્તિ, ૭ પ્રયોગમતિસંપત્તિ અને ૮ સંગ્રહપરિજ્ઞાસંપત્તિ. આ દરેક ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે – આચારસંપત્તિના ચાર પ્રકાર આ રીતે છે – ૧ ચારિત્રયુક્ત, ૨ મદરહિત, ૩ અનિયત વૃત્તિવાળા અને ૪ ચંચળ. શ્રુતસંપત્તિના ચાર પ્રકાર આ રીતે છે – ૧ યુગપ્રધાનાગમ, ૨ પરિચિતસૂત્ર, ૩ ઉત્સર્ગી અને ૪ ઉદાત્ત ઘોષ વગેરે વાળા. શરીરસંપત્તિના ચાર પ્રકાર આ પ્રમાણે છે - ૧ સમચતુરગ્નસંસ્થાનવાળા, ૨ લુલા વગેરે ન હોય, ૩ બહેરાશ વગેરે વિનાના અને ૪ તપમાં શક્ત. વચનસંપત્તિના ચાર પ્રકાર આ પ્રમાણે છે – ૧ વાદી, ૨ મધુર વચનવાળા, ૩ અનિશ્રિતવચનવાળા અને ૪ સ્પષ્ટવચનવાળા. વાચનાસંપત્તિના ચાર પ્રકાર આ પ્રમાણે છે – ૧ યોગ્યવાચનાવાળા, ૨ જેમને વાચના પરિણત થઈ છે એવા, ૩ વાચનાના નિર્યાપક અને ૪ અર્થના નિર્વાહક. મતિસંપત્તિના ચાર પ્રકાર આ પ્રમાણે છે - ૧ અવગ્રહ, ૨ ઈહા, ૩ અવાય અને ૪ ધારણા. પ્રયોગમતિસંપત્તિના ચાર પ્રકાર આ પ્રમાણે છે – ૧ પોતાની શક્તિનું જ્ઞાન હોવું, ૨ પુરુષનું જ્ઞાન હોવું, ૩ ક્ષેત્રનું જ્ઞાન હોવું અને ૪ વસ્તુનું જ્ઞાન હોવું. સંગ્રહપરિજ્ઞાસંપત્તિના ચાર પ્રકાર આ પ્રમાણે છે – ૧ ગણયોગ્ય ઉપસંગ્રહસંપત્તિ, ૨ સંસક્તસંપત્તિ, ૩ સ્વાધ્યાયસંપત્તિ અને ૪ શિક્ષાઉપસંગ્રહસંપત્તિ. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy