________________
૧૦૪૦
તેત્રીસ પ્રકારની આશાતનાઓ આશાતના છે.
(૩) આસન્નગમન - નાનો સાધુ રત્નાધિકની પાછળ નજીકમાં ચાલે એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૪) પુરસ્થાન -નાનો સાધુ રત્નાધિકની આગળ ઊભો રહે તો એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૫) પક્ષસ્થાન - નાનો સાધુ રત્નાધિકની બાજુમાં ઊભો રહે એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૬) આસન્નસ્થાન - નાનો સાધુ રત્નાધિકની પાછળ નજીકના ઊભો રહે એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૭) પુરોનિષાદન - નાનો સાધુ રત્નાધિકની આગળ બેસે એ નાના સાધુએ કરેલી આશાતના છે
(૮) પક્ષનિષીદન - નાનો સાધુ રત્નાધિકની બાજુમાં બેસે એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૯) આસન્નનિષદન-નાનો સાધુ રત્નાધિકની પાછળ નજીકમાં બેસે એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૧૦) આચમન - નાનો સાધુ રત્નાધિકની સાથે બહાર ચંડિલભૂમિએ ગયો હોય ત્યાં નાનો સાધુ પહેલા શુદ્ધિકરણ કરે અને પછી રત્નાધિક કરે તો એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૧૧) આલોચન - નાનો સાધુ રત્નાધિકની સાથે બહાર ચંડિલભૂમિએ જઈને પાછો ઉપાશ્રયમાં આવે ત્યારે રત્નાધિક કરતા પહેલા ઈરિયાવહી કરે એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૧૨) અપ્રતિશ્રવણ - રાતે કે સાંજે રત્નાધિક નાના સાધુને બોલાવે “આર્ય ! કોણ સૂતું છે કોણ જાગે છે?” ત્યારે નાનો સાધુ જાગતો હોવા છતાં જવાબ ન આપે અને તેમની પાસે ન જાય એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૧૩) પૂર્વાલપન - રત્નાધિકના કોઈ પૂર્વના પરિચિતને નાનો સાધુ પહેલા બોલાવે પછી રત્નાધિક બોલાવે તે નાના સાધુએ કરેલી આશાતના છે.