________________
પાંત્રીસમી છત્રીસી હવે પાંત્રીસમી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - તેત્રીસ પ્રકારની આશાતનાઓને વર્જવા માટે યોગ્ય અને ત્રણ પ્રકારના વર્યાચારને નહીં ગોપવનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૩૬)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - આય એટલે સમ્યગ્દર્શન વગેરેની પ્રાપ્તિ. શાતના એટલે નાશ કરવો. આયની શાતના તે આશાતના. અહીં ગુરુસંબંધી આશાતનાઓ જાણવી. તે તેત્રીસ પ્રકારની છે. તે આ પ્રમાણે - ૧ પુરતો ગમન (આગળ ચાલવું), ૨ પાર્શ્વતો ગમન (બાજુમાં ચાલવું), ૩ પૃષ્ઠતઃ ગમન (પાછળ ચાલવું), ૪ પુરતઃ સ્થાન (આગળ ઊભા રહેવું), ૫ પાર્શ્વતઃ સ્થાન (બાજુમાં ઊભા રહેવું), ૬ પૃષ્ઠતઃ સ્થાન (પાછળ ઊભા રહેવું), ૭ પુરતો નિષદ (આગળ બેસવું), ૮ પાર્શ્વતો નિષદન (બાજુમાં બેસવું), ૯ પૃષ્ઠતો નિષદ (પાછળ બેસવું), ૧૦ આચમન, ૧૧ આલોચના, ૧૨ અપ્રતિશ્રવણ, ૧૩ પૂર્વાલપન, ૧૪ ભિક્ષાલોચના, ૧૫ ઉપદર્શન, ૧૬ નિમંત્રણ, ૧૭ ખદ્ધદાન, ૧૮ ખદ્ધાદન, ૧૯ દિવસ વિષયક અપ્રતિશ્રવણ, ૨૦ ખરસ્વર, ૨૧ તત્રગત, ૨૨ કિમ્ (શું)? એમ કહેવું, ૨૩ ત્વમ્ (૮) એમ કહેવું, ૨૪ તwાત વડે (જ કહે તેના વડે) કહેવું, ૨૫ અસુમન, ર૬ ન સ્મરસિ (તમને યાદ નથી), ૨૭ કથાછેદ, ૨૮ પર્ષદાનો ભેદ, ૨૯ અનુત્થિતકથા, ૩૦ સંસ્તારકપાદઘટ્ટન, ૩૧ સંસ્મારકાવસ્થાન, ૩૨ ઉચ્ચાસન અને ૩૩ સમાસન. ગુરુવંદનભાષ્યમાં તેત્રીસ આશાતનાઓ આ જ પ્રમાણે કહી છે. આવશ્યકસૂત્રની હરિભદ્રસૂરિજીકૃત વૃત્તિમાં તેત્રીસ આશાતનાઓનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે -
(૧) પુરોગમન - નાનો સાધુ રત્નાધિકની આગળ ચાલે એ નાના સાધુએ કરેલી આશાતના છે.
(૨) પક્ષગમન - નાનો સાધુ રત્નાધિકની બાજુમાં ચાલે એ નાના સાધુએ કરેલી