SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ તેત્રીસ પ્રકારની આશાતનાઓ ૧૦૪૧ (૧૪) પૂર્વાલોચન - અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વહોરીને પહેલા નાના સાધુ પાસે આલોચના કરે અને પછી રત્નાધિક પાસે આલોચના કરે તે નાના સાધુએ કરેલી આશાતના છે. (૧૫) પૂર્વોપદર્શન - અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વહોરીને પહેલા નાના સાધુને બતાવીને પછી રત્નાધિકને બતાવે એ નાના સાધુએ કરેલી આશાતના છે. (૧૬) પૂર્વનિમંત્રણ - અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વહોરીને પહેલા નાના સાધુને નિમંત્રણ કરીને પછી રત્નાધિકને નિમંત્રણ કરે એ નાના સાધુએ કરેલી આશાતના છે. (૧૭) ખદ્ધદાન - નાનો સાધુ રત્નાધિકની સાથે અશન-પાન વગેરે વહોરીને તે રત્નાધિકને પૂછ્યા વિના ઇચ્છા મુજબ જેને જેને ઇચ્છે તેને તેને આપે. (૧૮) ખદ્ધાદન - અશન વગેરે વહોરીને રત્નાધિકની સાથે ભોજન કરનાર નાનો સાધુ સારું સારું, શાક, સંસ્કાર કરેલું, સ્વાદિષ્ટ, મનને ઇષ્ટ, મનને તૃપ્ત કરનાર, સ્નિગ્ધ, રૂક્ષ વાપરી લે એ નાના સાધુએ કરેલી આશાતના છે. (૧૯) અપ્રતિશ્રવણ - રત્નાધિક બોલાવે ત્યારે નાનો સાધુ સાંભળે નહીં અને પાસે ન જાય એ નાના સાધુએ કરેલી આશાતના છે. (૨૦) ખદ્ધભાષણ - નાનો સાધુ રત્નાધિકની સાથે મોટા અવાજે કર્કશ-નિષ્ફર ભાષામાં બોલે એ નાના સાધુએ કરેલી આશાતના છે. (૨૧) તત્રગત - રત્નાધિક નાના સાધુને બોલાવે ત્યારે તે જે આસન પર બેસીને સાંભળે તે આસન પર બેસીને જ જવાબ આપે એ નાના સાધુએ કરેલી આશાતના છે. રત્નાધિક બોલાવે ત્યારે તેમના આસને જઈને જવાબ આપવો જોઈએ. (૨૨) કિંભાષણ - રત્નાધિક નાના સાધુને બોલાવે ત્યારે તે “શું કહો છો?’ એમ કહે એ તેણે કરેલી આશાતના છે. રત્નાધિક બોલાવે ત્યારે તેમના આસને જઈ મયૂએણ વંદામિ કહી “આજ્ઞા ફરમાવો” એમ કહેવું જોઈએ. (૨૩) તુંભાષણ - નાનો સાધુ રત્નાવિકને “તું” કહીને બોલાવે ત્યારે, “મને પ્રેરણા કરનારા તમે કોણ ?” એમ કહે. (૨૪) તજ્જાતભાષણ - નાનો સાધુ રત્નાધિકને સામો જવાબ આપે એ તેણે કરેલી આશાતના છે. રત્નાધિક કહે કે, “આર્ય ! ગ્લાનની સેવા કેમ નથી કરતો?' ત્યારે નાનો
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy