________________
૧૦૨૪
ચાર પ્રકારની વિકથા (પ્રવેશવું), બળ અને કોશ-કોઠાર. નિર્ગમકથા એટલે આજે આવી ઋદ્ધિ અને ઐશ્વર્યથી સોના જેવા શરીરવાળો કે દેવ જેવા શરીરવાળો રાજા હાથીના સ્કંધ પર શોભે છે. અતિગમનકથા એટલે જેમ ઇંદ્ર અલકાપૂરીમાં પ્રવેશે છે તેમ રાજા નગરીમાં પ્રવેશે છે. બલવાહનકથા એટલે રાજા પાસે આટલા ઘોડા, હાથી, રથ, પાયદળ છે. કોશકથા એટલે રાજા પાસે કોશમાં આટલા કરોડ છે, કોઠારમાં આટલું છે વગેરે.'
ગુરુ આ ચાર વિકથાઓને વિષે વિરક્ત હોય છે, એટલે કે તેઓ થોડી પણ વિકથા કરતાં નથી.
આમ છત્રીસ ગુણોના સમૂહથી પરિવરાયેલા (યુક્ત) ગુરુ જીવોને જિનશાસનમાં સ્થિર કરો. (૩૫)
+
+
+
+
આમ ચોત્રીસમી છત્રીસી સમાપ્ત થઈ.
सुरगणसुहं समग्गं, सव्वद्धा पिंडियं जइ हविज्जा । न वि पावइ मुत्तिसुहं णंताहिं वि वग्गवग्गूहिं ॥
બધા દેવોનું ત્રણે કાળનું બધુ સુખ જો ભેગુ કરીને તેના અનંતા વર્ગના વર્ગ કરાય તો પણ તે મુક્તિસુખની તોલે ન આવે.
તુમાં ના વિઞોનો, વારિદું રોળ-સોય-વાર્ફ
तं च न सिद्धाण तओ, ते च्चिय सुहिणो न रागंधा ॥
સિદ્ધોને દુઃખ, જરા, વિયોગ, દરિદ્રતા, રોગ, શોક, રાગ વગેરે હોતા નથી. તેથી તેઓ જ સુખી છે, રાગાંધ જીવો નહીં.
कम्ममसंखिज्जभवं, खवेइ अणुसमयमेव आउत्तो । अन्नयरम्मि वि जोगे, सज्झायंति विसेसेण ॥
કોઈ પણ યોગમાં ઉપયોગપૂર્વક રહેલ જીવ પ્રતિસમય અસંખ્યભવોના કર્મોને ખપાવે છે, સ્વાધ્યાયમાં વિશેષથી કર્મો ખપાવે છે.
कयपावो वि मणुस्सो, आलोइय निंदिय गुरुसगासे । होइ अइरेगा लहुओ, ओहरिय भरुव्व भारवहो ॥
પાપ કરેલ મનુષ્ય ગુરુ પાસે આલોચના અને નિંદા કરીને જેનો ભાર ઉતારી દેવાયો છે એવા ભાર વહન કરનારાની જેમ અતિશય લઘુ થાય છે.