________________
ચાર પ્રકારની વિકથા
૧૦૨૩
કુલકથા, રૂપકથા, નેપથ્યકથા. તેમાં જાતિકથા એટલે બ્રાહ્મણી વગેરે સ્ત્રીઓમાંથી કોઈપણ સ્ત્રીની પ્રશંસા કરે કે નિંદા કરે. કુલકથા એટલે ઉગ્ર વગેરે કુળોમાં થયેલી સ્ત્રીઓમાંથી કોઈની પણ પ્રશંસા કરે કે નિંદા કરે. રૂપકથા એટલે આંધ્રપ્રદેશમાં ઉત્પન્ન થયેલી વગે૨ે સ્ત્રીઓમાંથી કોઈના પણ રૂપની ‘આંધ્રપ્રદેશની સ્ત્રીઓના લીલાથી ચલાવાયેલ ભ્રમરવાળા મુખમાં રાજ્યભાર પામીને કામદેવ સુખેથી સૂવે છે.’ વગેરે કહીને પ્રશંસા કરે કે વિપરીત કહીને નિંદા કરે. નેપથ્યકથા એટલે આંધ્રપ્રદેશની સ્ત્રી વગેરેમાંથી કોઈના પણ કચ્છોટા વગેરે પહેરવેશની પ્રશંસા કરે કે નિંદા કરે.
તથા ભક્ત એટલે ભાત વગેરે ભોજન. તેની કથા તે ભક્તકથા. તેના વડે. તે આવાપ વગેરે ભેદથી ચાર પ્રકારની છે. કહ્યું છે કે, ‘ભક્તકથા પણ ચાર પ્રકારની છે - આવાપકથા, નિર્વાપકથા, આરંભકથા અને નિષ્ઠાનકથા. આવાપકથા એટલે, ‘શાક, ઘી વગેરે આટલા દ્રવ્યોનો અહીં ઉપયોગ થયો છે.' એવી કથા કરવી તે. નિર્વાપકથા એટલે, ‘દસ-પાંચ રૂપ આટલા વ્યંજનના ભેદો અહીં વપરાયા છે.’ એવી કથા કરવી તે. આરંભકથા એટલે, ‘અહીં બકરા, તિત્તિર, પાડા, જંગલી પશુ વગેરે હણાયા છે.’ એવી કથા કરવી તે. નિષ્ઠાનકથા એટલે, ‘આ ભોજનની ૧૦૦ રૂપિયા, ૫૦૦ રૂપિયા યાવત્ લાખ રૂપીયાની કિંમત છે.’ એવી કથા કરવી તે.’
દેશ એટલે લોકોને રહેવાનું સ્થાન. તેની કથા તે દેશકથા. તેના વડે. આ પણ છંદ વગેરેના ભેદથી ચાર પ્રકારની છે. કહ્યું છે કે, ‘દેશની કથા તે દેશકથા. દેશ એટલે લોકોને રહેવાનું સ્થાન. તે પણ ચાર પ્રકારની છે - છંદ, વિધિ, વિકલ્પ અને નેપથ્ય. છંદ એટલે ગમ્યાગમ્ય. જેમકે અંગદેશ અને લાટદેશમાં મામાની દીકરી ગમ્ય (ભોગવવા યોગ્ય) છે. અન્ય ગોલ્લ વગેરે દેશોમાં તે બહેન હોવાથી અગમ્ય છે. ઉત્તરના દેશોમાં માતાની સપત્ની ગમ્ય છે. બીજા દેશોમાં પાંચ પુરુષોને એક ગમ્ય છે. આવા પ્રકારના દેશછંદ છે. ભોજન બનાવવું, મણિ વગેરે આભૂષણો, જે પહેલા જમતાં હોય, વિવાહ કરવો, ચોપાટ વગેરે - આવી દેશિવિધ છે. અનાજ પાકવું, વાવડી-કૂવા-નીક-નદીનું પૂર વગેરેથી ડાંગરના રોપા વગેરે પાકવા, ઘર-દેવકુલના વિકલ્પો તથા ગામ-નગર વગેરેના નિવેશો - આવી દેશવિકલ્પકથા છે. નેપથ્યકથા આ પ્રમાણે છે - સ્ત્રી-પુરુષોના સ્વાભાવિક અને વૈકુર્વિક વેષ, ભેડિક, જાલિક વગેરે. આમ આ દેશકથા કહી.’
રાજાની કથા તે રાજકથા. તેના વડે. એ પણ રાજાના નિકળવા વગેરે ભેદથી ચાર પ્રકારની જ છે. કહ્યું છે કે, ‘રાજકથા ચાર પ્રકારની છે - નિર્ગમ (નિકળવું), અતિગમન