________________
૧૦૨૨
બત્રીસ પ્રકારના વંદનના દોષો (૩) માથાને અડે પણ રજોહરણને ન અડે. (૪) માથાને ન અડે અને રજોહરણને પણ ન અડે.
આ ચાર ભાંગામાં પહેલો ભાગો શુદ્ધ છે. બાકીના ત્રણ ભાંગા અશુદ્ધ છે, તેથી તેમાં આશ્લિષ્ટ અને અનાશ્લિષ્ટનો દોષ લાગે છે.
૨૮. વચન એટલે અક્ષરોના સમૂહરૂપ ક્રિયાના અંતવાળું વાક્ય. એક-બે અક્ષરોથી હીન અથવા કોઈ અતિ-ઉતાવળથી કે પ્રમાદીપણાથી થોડા કાળમાં વંદન પૂરું કરે, ત્યારે વાક્યો, અક્ષરો કે અવનત વગેરે આવશ્યકો ઓછા થાય તો ન્યૂન નામનો દોષ લાગે. (૧૭૧)
ગાથાર્થ ટીકાર્ચ - ૨૯. વંદન કરીને છેલ્લે મોટા અવાજથી “મર્થીએણ વંદામિ” એમ બોલે તે ઉત્તરચૂડ દોષ.
૩૦. ભૂંગાની જેમ આલાપક (સૂત્ર) મનમાં બોલીને જે વંદન કરે, તે મૂકદોષ. (૧૭૨)
ગાથાર્થ - ટીકાર્ય - ૩૧. મોટા અવાજથી સૂત્ર બોલવાપૂર્વક જે વંદન કરે તે ઢહર દોષ. ૩૨. રજોહરણને છેલ્લે પકડીને ઉંબાડીયાની જેમ જમાડે તે ચુડલિક દોષ. (૧૭૩)
(સટીક પ્રવચનસારોદ્ધારના મુનિશ્રી અમિતયશવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
ગુરુ વંદનના આ બત્રીસ દોષોથી રહિત વિશુદ્ધ વંદન આપવાને યોગ્ય હોય છે, એટલે કે લોકો તેમને બત્રીસ દોષોથી વિશુદ્ધ વંદન કરે છે.
કથા એટલે બોલવું. વિપરીત કે ખરાબ કથા તે વિકથા. તે ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧ સ્ત્રીકથા, ૨ ભક્તકથા, ૩ દશકથા અને ૪ રાજકથા. શ્રમણપ્રતિક્રમણસૂત્રમાં કહ્યું છે, “ચાર વિકથાઓ વડે – સ્ત્રીકથા વડે, ભક્તકથા વડે, દેશકથા વડે, રાજકથા વડે.”
આવશ્યકસૂત્રની વૃત્તિમાં આ ચાર વિકથાઓનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે -
ચાર વિકથાઓ વડે જે અતિચાર કર્યો હોય તેનાથી હું પાછો ફરું છું. તે આ પ્રમાણે - વિરુદ્ધ કે ખરાબ કથા તે વિકથા. તે સ્ત્રીકથા વગેરે સ્વરૂપ છે.
તેમાં સ્ત્રીઓની કથા તે સ્ત્રીકથા. તેના વડે. સ્ત્રીકથા ચાર પ્રકારની છે – જાતિકથા,