________________
બત્રીસ પ્રકારના વંદનના દોષો
૧૦૨૧
ગાથાર્થ - ટીકાર્થ - ૨૦. આ વંદન વિશ્વાસનું સ્થાન છે માટે બરાબર વંદન કરવાથી શ્રાવકો વગેરે મારો વિશ્વાસ ક૨શે. આવા ઇરાદાપૂર્વક વંદન કરે અથવા શૂન્ય હૃદયે સદ્ભાવ વગર વંદન કરે તો શઠદોષ. કપટ, કૈતવ, શઠતા વગેરે શઠ શબ્દના પર્યાયવાચી શબ્દો છે. (૧૬૭)
ગાથાર્થ - ટીકાર્થ - ૨૧. હે ગણિ, હે વાચક, હે જ્યેષ્ઠાર્ય ! તમને વાંદવાથી શું ? એ પ્રમાણે હીલના કરવાપૂર્વક જે વંદન કરે તે હીલિતદોષ.
૨૨. થોડુંક વંદન કરી વચ્ચે દેશ વગેરેની વિકથા કરે તે વિપરિકુંચિત દોષ. (૧૬૮)
ગાથાર્થ - ટીકાર્થ - ૨૩. ઘણા સાધુઓ વગેરે વંદન કરતા હોય, તેમની વચ્ચે રહીને કે અંધારી જગ્યામાં રહીને ચુપચાપ બેઠો રહે કે ઊભો રહે પણ વંદન ન કરે, કોઈ જુએ તો વંદન કરે એ દૃષ્ટાદ્રષ્ટદોષ.
૨૪. મૂર્ખ શબ્દથી લલાટ જાણવું. લલાટની ડાબી જમણી બાજુએ વાંદણા દેતા હાથ અડાડે તે શૃંગદોષ. એટલે ‘અહો કાયં કાય’ બોલી આવર્તો કરતી વખતે બંને હાથ કપાળની વચ્ચે અડાડવાને બદલે ડાબી જમણી બાજુએ લગાડે તે શૃંગદોષ. કોઈ જગ્યાએ ‘‘સિંગં પુણ કુંભપાસેસિં” એ પ્રમાણે પાઠ છે ત્યાં કુંભ શબ્દનો અર્થ લલાટ જ સમજવો બાકીનો અર્થ ઉપર પ્રમાણે. (૧૬૯)
ગાથાર્થ - ટીકાર્થ - ૨૫. વંદનને રાજકીય કરની જેમ અરિહંતનો ટેક્ષ (ક૨) માનીને વંદન કરે તો કરદોષ.
૨૬. દીક્ષા લીધી એટલે અમે લૌકિક કરથી છૂટ્યા પણ અરિહંતના વંદનરૂપી ટેક્ષથી હજુ છૂટ્યા નથી-એ પ્રમાણે માની જે વંદન કરે તે મોચનદોષ. (૧૦૦)
ગાથાર્થ - ૨જોહરણ અને મસ્તકના આશ્લિષ્ટ અને અનાશ્લિષ્ટરૂપે ચાર ભાંગા થાય છે. વચન-અક્ષર વડે ન્યૂન અને અલ્પકાળમાં બાકી આવશ્યક વગેરે રહી જવાથી ન્યૂન વંદન થાય છે. (૧૭૧)
ટીકાર્થ - ૨૭. આશ્લિષ્ટ એટલે અડવું અને અનાશ્લિષ્ટ એટલે ન અડવું તે, તેના રજોહરણ અને મસ્તક આશ્રયીને ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે, અહો કાયં કાય વગેરે આવર્તો બોલતી વખતે.
(૧) હાથ વડે રજોહરણને અડે અને માથાને અડે.
(૨) રજોહરણને અડે પણ માથાને ન અડે.