________________
૧૦૨૦
બત્રીસ પ્રકારના વંદનના દોષો દોષ.
૧૩. જેમ નિહોરકદોષ યુક્ત વંદન કરે તેમ મૈત્રી આશ્રયીને પણ વંદન કરે એટલે આચાર્ય સાથે મિત્રતા-પ્રેમની ઇચ્છાથી વંદન કરે તો મૈત્રીદોષ.
૧૪. આ બધા સાધુઓ જાણે કે હું વંદનની સામાચારીમાં કુશળ છું, વિનિત છું-એવા ઇરાદાથી બરાબર આવર્તી વગેરે કરવાપૂર્વક વંદન કરે તે ગૌરવદોષ. (૧૬૨).
ગાથાર્થ - ટીકાર્ય - ૧૫. જ્ઞાન, દર્શન, ચારિત્ર સિવાય અન્ય કંઈ પણ આલોક સંબંધી વસ્ત્ર-કાંબળ વગેરેની ઇચ્છાથી જે વંદન કરે તે કારણદોષ.
પ્રશ્ન :- જ્ઞાનાદિ ગ્રહણ કરવા માટે જે વંદન કરાય, તે શું એકાંતે કારણવંદન નથી થતું?
જવાબ :- જો પૂજાના આશયથી કે ગૌરવ, માન વગેરેના આશયથી જ્ઞાન વગેરે ગ્રહણ કરવા માટે વંદન કરે તો તે પણ કારણદોષવાળું વંદન કહેવાય. અહિ જ્ઞાન-ગ્રહણના ઉપલક્ષણથી દર્શન, ચારિત્રનું પણ પ્રહણ સમજી લેવું. (૧૬૩)
ગાથાર્થ - ટીકાર્થ - ૧૬. પોતાના સિવાય બીજા સાધુઓ કે શ્રાવકની દૃષ્ટિથી છૂપી રીતે વંદન કરે તો તૈન્ય (ચોરી) દોષ. અર્થાત્ બીજા સાધુ સાધ્વીથી પોતાની જાતને વંદન કરતી વખતે ચોરની જેમ છૂપાવે. કારણ કે બીજા સાધુ-સાધ્વીમાં મારી અપભ્રાજના ન થાઓ કે, અહો ! અતિ વિદ્વાન એવા આ સાધુ બીજાઓને વંદન કરે છે. (૧૬૪)
ગાથાર્થ - ટીકાર્ય - ૧૭. ગુરુના ગોચરી વાપરવાના સમયે કે અંડિલ-લઘુનીતિના સમયે જે વંદન કરાય તે પ્રત્યની કદોષ.
૧૮. પોતાની કલ્પના વગેરે કોઈ કારણથી ગુસ્સાથી ધમધમતો જે વંદન કરે તે રાષ્ટ દોષ. (૧૫)
ગાથાર્થ - ટીકાર્ચ - ૧૯. લાકડાની બનાવેલ શિવની પ્રતિમાની જેમ આપ વંદન ન કરનાર ઉપર ગુસ્સે થતા નથી, તથા વંદન કરનાર ઉપર અવિશેષજ્ઞ હોવાને કારણે પ્રસન્ન થતા નથી-એ પ્રમાણે તિરસ્કાર કરતો જે વંદન કરે તે તર્જિતદોષ. અથવા હે આચાર્યદેવ ! તમે મારી પાસે બધા લોકની વચ્ચે વંદન કરાવો છો પણ તમે એકલા હશો ત્યારે ખબર પડશે, આવા અભિપ્રાયપૂર્વક માથા વડે કે આંગળી વડે કે આદિ શબ્દથી ભ્રમર વગેરે દ્વારા વંદન કરતા-કરતા તર્જના કરે તે તર્જિતવંદન કહેવાય. (૧૬)