________________
બત્રીસ પ્રકારના વંદનના દોષો
દોષ. (૧૫૮)
૧૦૧૯
ગાથાર્થ - ટીકાર્થ - ૮. ઊભા થતા કે બેસતા પાણીમાં રહેલા માછલા ઊછળે તેમ ઊંચોનીચો થતો વંદન કરે. અથવા એક આચાર્યાદિને વાંદી બાજુમાં રહેલા વંદનીયને વાંદવા માટે નજીકમાં જવાને ઇચ્છતો પોતે બેઠા-બેઠા જ માછલીની જેમ ઝડપથી અંગોપાગ ફેરવીને
જાય, તે મત્સ્યોવૃત્તદોષ. આ રીતે અંગ પરાવર્તન કરવું તે મત્સ્યાવર્તપણું કહેવાય. (૧૫૯)
ગાથાર્થ - ટીકાર્થ - ૯. મનનો દ્વેષ અનેક કારણસર હોઈ શકે છે, તે બધા દ્વેષ પોતાના નિમિત્તે કે બીજાના નિમિત્તે થાય છે. તેમાં જ્યારે શિષ્યને ગુરુ કંઈક કઠોર શબ્દ કહે, ત્યારે જો શિષ્યને દ્વેષ થાય તો તે આત્મપ્રત્યયમન દ્વેષ જાણવો.
જ્યારે તે જ શિષ્યને ગુરુ એમના સગાવ્હાલા મિત્રાદિની સમક્ષ કંઈ અપ્રિય કહે ત્યારે જો શિષ્યને દ્વેષ થાય, તો તે પરપ્રત્યયમનઃદ્વેષ જાણવો. આ પ્રમાણે બીજા કારણોથી પણ સ્વ-પર પ્રત્યયથી મનઃપ્રદ્વેષ જેમાં થાય છે, તે મનઃપ્રદ્વેષ કહેવાય છે.
જો ‘‘અપ્પ-પ૨પત્તિએણં'' એ પ્રમાણે પાઠ હોય તો આત્માની અપ્રીતિ અને પરની અપ્રીતિથી મન:પ્રદ્વેષ થાય છે. એની વિચારણા ઉપર પ્રમાણે કરવી. આ મનઃપ્રદ્વેષ દોષ.
૧૦. જાનુ ઉપર બે હાથ રાખી અથવા નીચે રાખી અથવા બે પડખે રાખી અથવા ખોળામાં રાખી અથવા ડાબો કે જમણો જાનુ બે હાથની વચ્ચે રાખી જે વંદન કરાય તે વેદિકાપંચક દોષ.
૧૧. વંદન નહીં કરું તો ગચ્છમાંથી કાઢી મૂકશે વગેરે ભયથી જે વંદન કરાય તે ભયવંદન. (૧૬૦-૧૬૧)
ગાથાર્થ - મને ભજે કે ભજશે એ કારણથી નિહોરક સ્થાપવાપૂર્વક વંદે તે ભજમાનવંદન કહેવાય. એ પ્રમાણે મૈત્રીવંદનમાં પણ એમ જ સમજવું. શિક્ષાવાન અને વિનીત છે એવા ગૌરવ માટે વંદન કરાય તે ગૌરવવંદન. (૧૬૨)
ટીકાર્થ - ૧૨. હે આચાર્ય ભગવંત ! અમે તમને વંદન કરીએ છીએ-એ પ્રમાણે જણાવવાપૂર્વક વંદન કરે. શિષ્ય ગુરુને નજરાણું મૂકવાની જેમ વંદન કરે, અર્થાત્ શિષ્ય મનમાં વિચારે કે ગુરુ મને સાચવે છે, સાચવ્યો છે, સાચવશે, અનુકૂળ રહેશે, મારી સેવામાં સાધુઓ આપશે વગેરે અપેક્ષાપૂર્વક વંદન કરે, એટલે જો આચાર્ય મારી સેવા (સંભાળ) ક૨શે તો હું પણ વંદનરૂપી નિહોરક (ભેટણું) મૂકીશ-એવા ઇરાદાપૂર્વક વંદન કરે તો (ભજન્ત)