________________
૧૦૧૮
બત્રીસ પ્રકારના વંદનના દોષો નગરમાં લઈ જવા માલ ઉપડાવ્યો અને નગર આવ્યું એટલે માલિકે કહ્યું કે, “તું અહિં ઊભો રહે, હું માલ ઉતરાવવા માટેની જગ્યા જોઈ આવું.” ત્યારે તે મજૂર કહેવા લાગ્યો કે, “મારે તો આ નગર સુધી જ સામાન લાવવાનો છે – એમ નક્કી થયું છે, એટલે મારું કામ પૂરું થયું, હું રાહ નહીં જોઉં.” એમ કહી વચ્ચે જ સામાન મૂકી જતો રહે તેમ સાધુ અસ્થાનમાં જ વંદન છોડીને જતો રહે. (૧૫૬).
ગાથાર્થ - આચાર્ય વગેરે અનેકને એક જ વંદનમાં વંદન કરી લે અથવા તો વચન અને હાથ વગેરે અવયવને એકઠા કરીને બોલે તો સંપિંડિતદોષ. ટોલ એટલે તીડની જેમ આગળ પાછળ થતો વંદન કરે તે ટોલગતિદોષ. (૧૫૬).
ટીકાર્ય - ૪. એક જગ્યાએ ભેગા થયેલ આચાર્ય વગેરેને એક જ વંદનથી વાંદી લે, પણ જુદા જુદા ન વાંદે તે પરિપિંડિત વંદન કહેવાય અથવા સૂત્રોચ્ચારરૂપ વચનો અટક્યા વગર બોલવા અને હાથ પગ વગેરે એકઠા કરીને એટલે સાથળ પર બંને હાથ રાખવાપૂર્વક અવયવો એકઠા કરીને વંદન કરે તે પરિપિંડિત દોષ.
૫. તીડની જેમ ઊડતો આગળ પાછળ જતો વંદન કરે તે ટોલગતિ દોષ. (૧૫૭)
ગાથાર્થ - ગુરુના હાથને કે ઉપકરણને પકડીને બેસાડી જે વંદન કરાય, તે અંકુશ દોષ. ઊભા રહીને કે બેસીને વંદન કરતા કંઈક આગળ પાછળ થવું તે કચ્છપરિગિત દોષ.
ટીકાર્ય - ૬. અંકુશ વડે હાથીની જેમ આચાર્ય ઊભા હોય, સુતા હોય કે બીજા કાર્યમાં રોકાયેલા હોય ત્યારે તેમનો ચોલપટ્ટો કે કપડો અથવા હાથ વગેરે પકડી શિષ્ય અવજ્ઞાપૂર્વક ખેંચી વંદન કરવા માટે આસન પર બેસાડી વંદન કરે તે અંકુશ દોષ.
આચાર્ય ભગવંતોને કયારે પણ ઉપકરણ વગેરે ખેંચીને બેસાડી વંદન કરવા યોગ્ય નથી કેમકે અવિનય થાય છે. પરંતુ હાથ જોડી પ્રણામ કરવાપૂર્વક વિનયથી એમ કહે કે, “હે ભગવંત આપ બિરાજો એટલે હું વંદન કરું.”
આવશ્યકવૃત્તિમાં “રજોહરણને બે હાથ વડે અંકુશની જેમ પકડી વંદન કરે તે અંકુશ દોષ કહેવાય' એમ વ્યાખ્યા કરી છે. બીજા આચાર્યો તો “અંકુશથી કબજે કરાયેલ હાથીની જેમ માથું ઊંચું-નીચું કરતો જે વંદન કરે તે અંકુશ દોષયુક્ત વંદન છે.” એમ કહે છે. આ બંને અભિપ્રાયો સૂત્રાનુસારી જણાતા નથી. આમાં તત્ત્વો બહુશ્રુતો જાણે.
૭. ઊભા રહી “તિત્તીસગ્નયરા” વગેરે સૂત્ર બોલતા અને બેસીને “અહો કાય કાય” બોલતા કાચબાની જેમ રિંખન કરતો = આગળ પાછળ થતો વંદન કરે તે કચ્છપરિંગિત