________________
બત્રીસ પ્રકારના વંદનના દોષો
૧૦૧૭
‘ગાથાર્થ - ટીકાર્થ - ૧. આદરપૂર્વક જે કરવું તે આદત. તેને આર્ષપ્રયોગમાં આઢા કહેવાય. અનાદરપૂર્વકનું કાર્ય તે અનાદંત દોષ.
૨. મતિ વગેરેના મદથી સ્તબ્ધ (અક્કડ)પણે જે વંદન કરાય તે સ્તબ્ધ દોષ.
તે સ્તબ્ધ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. તેની ચતુર્થંગી આ પ્રમાણે :
૧. દ્રવ્યથી સ્તબ્ધ પણ ભાવથી નમ્ર.
૨. ભાવથી સ્તબ્ધ પણ દ્રવ્યથી નમ્ર.
૩. દ્રવ્ય અને ભાવથી સ્તબ્ધ.
૪. દ્રવ્ય અને ભાવથી સ્તબ્ધ નહીં (નમ્ર)
૧. વા વગેરેથી પકડાયેલ શરીરવાળા કોઈનું શરીર નમતું ન હોય, છતાં પણ ભાવથી નમ્ર હોય.
૨. ભાવથી માનસિક અધ્યવસાયરૂપ સ્તબ્ધ હોય પણ દ્રવ્યથી શરીર નમ્ર હોય.
૩. ભાવથી અને દ્રવ્યથી બંને રીતે સ્તબ્ધ (અક્કડ) હોય.
૪. દ્રવ્યથી અને ભાવથી બંને રીતે અસ્તબ્ધ (નમ્ર) હોય.
આ ચોથો ભાંગો શુદ્ધ છે. બાકીના ભાંગામાં ભાવથી સ્તબ્ધ અશુદ્ધ છે. દ્રવ્યથી સ્તબ્ધની ભજના થાય છે એટલે શુદ્ધ પણ હોય, અશુદ્ધ પણ હોય. જેમકે પેટ, પીઠ, શૂલની પીડાથી પીડાયેલ નમવા માટે અશક્ત હોય તો તે કારણે સ્તબ્ધ હોય તો પણ શુદ્ધ છે, નિષ્કારણ સ્તબ્ધ (અક્કડ) અશુદ્ધ છે. એથી જ કહ્યું કે દ્રવ્યથી ભજના છે, તે દુષ્ટ નથી, પણ ભાવથી સ્તબ્ધ તો દુષ્ટ જ છે. તે સ્તબ્ધ દોષ. (૧૫૫)
ગાથાર્થ - પવિદ્ધ એટલે ઉપચાર વગરનું એટલે કે જે વંદન કરતા પોતે અનિયંત્રિત હોય. અનિયંત્રિત હોવાથી પોતાનું કાર્ય પૂરું થયું છે – એમ માની જ્યાં ત્યાં વંદન પૂરું કર્યા વગર છોડીને ભાગી જાય તે પવિદ્વ દોષ. (૧૫૬)
ટીકાર્થ - ૩. પવિદ્ધ એટલે ઉપચાર વગર. જેમાં ગુરુને વંદન કરતા અનિયંત્રિત એટલે કે અવ્યવસ્થિત હોય, તેથી પ્રથમ પ્રવેશ વગેરે કોઈપણ સ્થાને, વંદન પૂરું કર્યા વગર, વંદન છોડીને ભાગી જાય.
જેમ કોઈએ કોઈ નગરમાંથી ભાડેથી માલ ઉપાડનાર મજૂર કર્યો હોય અને બીજા