________________
૧૦૧૬
બત્રીસ પ્રકારના વંદનના દોષો (૨૩) દાદષ્ટ - અંધારામાં કે કોઈની આડાશમાં વંદન કરે. (૨૪) શૃંગ - મસ્તકના એક ભાગથી વંદન કરે. (૨૫) કર - કર માનીને વંદન કરે, નિર્જરા માનીને નહીં.
(૨૬) કરમોચન - બીજી રીતે મોક્ષ નહીં થાય. વંદન કરવા રૂપ કર આપવાથી મોક્ષ થશે,' એમ માનીને વંદન કરે.
(૨૭) આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ - અહીં ચાર ભાંગા છે - (i) બે હાથથી રજોહરણ અને મસ્તક બન્નેને અડે. (i) બે હાથથી રજોહરણને અડે, મસ્તકને નહીં. (i) બે હાથથી મસ્તકને અડે, રજોહરણને નહીં. (iv) બે હાથથી રજોહરણ અને મસ્તકને બન્નેને ન અડે. આમાં પહેલો ભાંગો શુદ્ધ છે. બાકીના ભાગોમાં આ દોષ લાગે. (૨૮) ઊન - વ્યંજન, પદ, આવશ્યક ઓછા બોલીને કે કરીને વંદન કરે. (૨૯) ઉત્તરચૂડ - વંદન કરીને મોટા અવાજે “મFણ વંદામિ' કહે. (૧૨૧૦) (૩૦) મૂક - આલાવાને ઉચ્ચાર્યા વિના મૂંગો રહીને વંદન કરે. (૩૧) ઢઢર - મોટા અવાજે સૂત્રો બોલીને વંદન કરે. (૩૨) ચુડુલી - ઊંબાડીયાની જેમ રજોહરણને છેડાથી પકડીને ભમાવતો વંદન કરે. આ ગુરુવંદનના ૩૨ દોષ થયા. આ બત્રીસ દોષોથી રહિત ગુરુવંદન કરવું. (૧૨૧૧) જો ૩૨માંથી એક પણ દોષથી દુષ્ટ વંદન કરે તો વંદનનું ફળ ન મળે. કહ્યું છે -
બત્રીસમાંથી કોઈ પણ સ્થાનની વિરાધના કરનારો સાધુ ગુરુવંદન કરવા છતાં ગુરુવંદનથી થતી નિર્જરાનો ભાગી થતો નથી. (૧૨૧૨)”
દોષરહિત ગુરુવંદન કરવાથી થતાં ગુણ બતાવે છે –
જે બત્રીસ દોષથી પરિશુદ્ધ ગુરુવંદન ગુરુને કરે છે તે ટૂંક સમયમાં નિર્વાણને મોક્ષને) કે વિમાનવાસને (વૈમાનિક દેવલોકને) પામે છે. (૧૨૧૩)”
વંદનના બત્રીસ દોષોનું સ્વરૂપ પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં આ પ્રમાણે બતાવ્યું છે –