________________
બત્રીસ પ્રકારના વંદનના દોષો
૧૦૧૫
(૭) કચ્છપરિંગિત - કાચબાની જેમ આગળ-પાછળ હલતો થકો વંદન કરે. (૧૨૦૭) (૮) મત્સ્યોધૃત્ત - એકને વંદન કરીને માછલાની જેમ શરીર ફેરવીને બીજા સાધુને વંદન
કરે.
(૯) મનઃપ્રદુષ્ટ - વંદનીય સાધુ કોઈક ગુણમાં હીન હોય તો તેને જ મનમાં રાખી અણગમાથી વંદન કરે.
(૧૦) વેદિકાબદ્ધ - બે હાથ બે ઘુટણની ઉપર-નીચે બાજુમાં-ખોળામાં રાખીને કે એક ઘુટણને બે હાથની વચ્ચે રાખીને વંદન કરે.
(૧૧) ભય - ‘મને ગચ્છ વગેરેમાંથી કાઢી ન નાંખે.’ એવા ભયથી વંદન કરે.
(૧૨) ભજંત - ‘આ ગુરુ મને ભજે છે. માટે ભક્તને ભજવા એ નિયમથી' ભજતાં ગુરુને વંદન કરે.
(૧૩) મૈત્રી - મૈત્રી માટે પ્રીતિને ઇચ્છતો વંદન કરે.
(૧૪) ગૌરવ - ‘બધા જાણે કે આ સામાચારીમાં કુશળ છે’ એમ ગૌરવ માટે વંદન કરે. (૧૫) કારણ - ‘મને વસ્ત્ર આપશે.’ વગેરે જ્ઞાનાદિ સિવાયના કારણને આશ્રયીને વંદન કરે. (૧૨૦૮)
(૧૬) સૈન્ય - ‘મારી લઘુતા ન થાય' એમ વિચારી બીજાથી પોતાને છૂપાવતો ચોરની જેમ વંદન કરે.
(૧૭) પ્રત્યેનીક - વંદનના અનવસરે (આહાર કરવાના સમયે વગેરે) વંદન કરે. (૧૮) રુષ્ટ - ગુરુ ગુસ્સામાં હોય ત્યારે કે પોતે ગુસ્સામાં હોય ત્યારે વંદન કરે.
(૧૯) તર્જિત - ‘લાકડાના શંક૨ની જેમ આપ ગુસ્સે પણ થતાં નથી અને પ્રસન્ન પણ થતા નથી’ એમ કહીને કે આંગળી વગેરેથી તર્જના કરતો વંદન કરે.
(૨૦) શઠ - શઠતાથી વિશ્વાસ પેદા કરવા વંદન કરે, અથવા માંદગી વગેરેનું બહાનું કાઢી બરાબર વંદન ન કરે.
(૨૧) હીલિત - ‘હે ગણિ ! હે વાચક ! આપને વંદન કરવાથી શું ફાયદો ?’ એમ હીલના કરીને વંદન કરે.
(૨૨) વિપલિકુંચિત - અડધું વંદન કરીને જ દેશ વગેરેની કથા કરે. (૧૨૦૯)