________________
ચોત્રીસમી છત્રીસી હવે ચોત્રીસમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - જેઓ હંમેશા બત્રીસ દોષ રહિત વંદન કરવાના અધિકારી છે અને જેઓ ચાર પ્રકારની વિકથાઓથી વિરક્ત થયેલા છે – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૩૫)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - વંદન એટલે ગુરુવંદન. તેના બત્રીસ દોષો છે. તે આ પ્રમાણે – ૧ અનાદત, ૨ સ્તબ્ધ, ૩ પ્રવિદ્ધ, ૪ પરિપિંડિત, ૫ ટોલગતિ, ૬ અંકુશ, ૭ કચ્છપરિગિત, ૮ મત્સ્યોવૃત્ત, ૯ મનઃપ્રદુષ્ટ, ૧૦ વેદિકાબદ્ધ, ૧૧ ભયથી, ૧૨ ભજનારાને આશ્રયીને, ૧૩ મૈત્રી માટે, ૧૪ ગૌરવ માટે, ૧૫ કારણને આશ્રયીને, ૧૬ ચોરીથી, ૧૭ પ્રત્યેનીક, ૧૮ રુષ્ટ, ૧૯ તજિત, ૨૦ શઠ, ૨૧ હીલિત, ૨૨ વિપરિચિત, ૨૩ દષ્ટાદષ્ટ, ૨૪ શૃંગ, ૨૫ કર, ર૬ કરમોચન, ૨૭ આશ્લિષ્ટાનાશ્લિષ્ટ, ૨૮ જૂન, ૨૯ ઉત્તરચૂલિક, ૩૦ મૂક, ૩૧ ઢઢર અને ૩૨ ચૂડલિક. આવશ્યકનિર્યુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
વંદન કેટલા દોષો વિનાનું કરવું?' એમ જે કહ્યું હતું તેનો જવાબ - બત્રીસ દોષ રહિત વંદન કરવું. તે દોષો બતાવવા કહે છે –
(૧) અનાદત - અનાદરથી એટલે કે સંભ્રમ વિના વંદન કરે. (૨) સ્તબ્ધ - જાતિ વગેરેના મદથી સ્તબ્ધ થઈને વંદન કરે. (૩) પ્રવિદ્ધ – વંદન કરતાં કરતાં જ ભાગી જાય. (૪) પરિપિંડિત - ઘણાંને એક વંદનથી વાંદે અથવા આવર્તા-વ્યંજનોને છુટા ન કરે. (૫) ટોલગતિ - તીડની જેમ ઊછળી ઊછળીને જેમતેમ વંદન કરે. (૬) અંકુશ - રજોહરણને અંકુશની જેમ બે હાથમાં લઈને વંદન કરે.