SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૮ ચાર પ્રકારના ઉપસર્ગો અંગોને પરસ્પર મસળવાથી આત્મસંવેદનીય ઉપસર્ગો થાય છે. (૩૦૦૬-૩૦૦૭) (સટીક વિશેષાવશ્યકભાષ્યના શાહ ચુનીલાલ હકમચંદ કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આ ચાર પ્રકારના ઉપસર્ગોને ધીરજપૂર્વક સહન કરે છે, અને તેથી તેમને તેઓ જીતે છે. આમ છત્રીસ ગુણોરૂપી બાણોવાળા ગુરુ કર્મોરૂપી દુશ્મનોને જીતે. (૩૪) આમ તેત્રીસમી છત્રીસી સમાપ્ત થઈ. अमयसमो नत्थि रसो, न तरू कप्पहुमेण परितुल्लो । विणयसमो नत्थि गुणो, न मणी चिंतामणिसरिच्छो ॥ અમૃત સમાન બીજો રસ નથી, કલ્પવૃક્ષ જેવું વૃક્ષ નથી, વિનય સમાન ગુણ નથી અને ચિંતામણિ જેવું મણિ નથી. चंदणतरूण गंधो, जुण्हा ससिणो, सिअत्तणं संखे । सहनिम्मिआई विहिणा, विणओ अ कुलप्पसूयाणं ॥ ચંદનવૃક્ષની સુગંધ, ચંદ્રની ચાંદની, શંખની શ્વેતતા અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલાનો વિનય આ વિધાતાએ (આશ્રયની) સાથે જ બનાવેલા છે. विभूसा इत्थिसंसग्गो, पणीयं रसभोअणं । नरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ વિભૂષા, સ્ત્રીનો સંસર્ગ અને વિગઈથી ભરપૂર રસવાળુ ભોજન - આત્માને શોધનારા મનુષ્ય માટે આ ત્રણ બાબત તાલપુટ વિષ જેવી છે. हरइ दुहं कुणइ सुहं, जणइ जसं सोसए भवसमुदं । इहलोय पारलोइअ, सुहाण मूलं नमुक्कारो ॥ નમસ્કાર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ફેલાવે છે, સંસારસમુદ્રને સુકાવે છે, આલોક અને પરલોકના સુખોનું મૂળ છે. +
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy