________________
બત્રીસ પ્રકારના જીવો
પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
“પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, અનંત વનસ્પતિકાય - આ પાંચના દરેકના સૂક્ષ્મ-બાબર ભેદ થવાથી દસ થાય છે. પ્રત્યેક વનસ્પતિકાય સહિત તે અગ્યાર થાય છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી-સંજ્ઞી પંચેન્દ્રિય - એ પાંચ મળીને સોળ થાય છે. આ દરેકના અપર્યાપ્તા અને પર્યાપ્તા ભેદ થવાથી બત્રીસ થાય છે. અહીં ભાવના આ પ્રમાણે છે - પૃથ્વીકાય બે પ્રકારે છે – સૂક્ષ્મ અને બાદર. ફરી તે એક-એક બે પ્રકારે છે – અપર્યાપ્ત અને પર્યાપ્ત. આમ પૃથ્વીકાય ચાર પ્રકારના છે. એમ જલ, અગ્નિ અને વાયુ પણ ચાર પ્રકારના છે. વનસ્પતિકાય બે પ્રકારના છે – સાધારણ અને પ્રત્યેક. તેમાં સાધારણ બે પ્રકારે છે – સૂક્ષ્મ અને બાદર. ફરી એક એક બે પ્રકારે છે - અપર્યાપ્ત અને પર્યાપ્ત. પ્રત્યેક તો બાદર જ છે. તે અપર્યાપ્ત-પર્યાપ્ત ભેદથી બે પ્રકારના છે. આમ વનસ્પતિકાય છ પ્રકારના છે. વળી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય દરેક અપર્યાપ્ત અને પર્યાપ્ત ભેદથી બે પ્રકારે છે. આમ બધા મળીને બત્રીસ છે. (૧૨૪૩)”
ગુરુ આ બત્રીસ પ્રકારના જીવોને હંમેશા રહે છે.
દેવ વગેરે વડે કરાયેલા ઉપદ્રવો તે ઉપસર્ગો છે. તે ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે છે – ૧ દેવો વડે કરાયેલ ઉપસર્ગો, ૨ મનુષ્યો વડે કરાયેલ ઉપસર્ગો, ૩ તિર્યંચો વડે કરાયેલ ઉપસર્ગો અને ૪ પોતાના સંવેદનથી થનારા ઉપસર્ગો. શ્રીવિશેષાવશ્યકભાષ્યમાં અને તેની માલધારી હેમચન્દ્રસૂરિજીએ કરેલ વૃત્તિમાં કહ્યું છે -
હવે ઉપસર્ગોની વ્યાખ્યા કરે છે – પીડા પામવી તે ઉપસર્ગ. અથવા જેના વડે કે જેના થકી જીવને પીડા થાય તે ઉપસર્ગ છે. અથવા જેનો જીવની સાથે સંબંધ થાય તે ઉપસર્ગ. તે ઉપસર્ગ દેવથી, મનુષ્યથી, તિર્યંચથી અને આત્મસંવેદનથી એમ ચાર પ્રકારે થાય છે. હાસ્યથી, પૂર્વભવના દ્વેષથી, (પોતાની પ્રતિજ્ઞાથી આ ચલાયમાન થાય છે કે નહિ? એવા) વિમર્શથી અને વિમાત્રાથી (કંઈક હાસ્ય, કંઈક દ્વેષ, કંઈક વિમર્શથી) દેવો ઉપસર્ગ કરે છે. એ પ્રમાણે મનુષ્ય પણ ચાર પ્રકારે ઉપસર્ગ કરે છે. એમાં ચોથો પ્રકાર કુશીલપ્રતિસેવનાથી જાણવો. કુશીલ એટલે સ્ત્રીનપુંસક. તેની પ્રતિસેવનાને આશ્રયીને ઉપસર્ગ થાય. તિર્યંચો ભયથી, દ્વેષથી, આહાર માટે, બચ્ચાંઓનાં માળા તથા ગુફાદિ સ્થાનના રક્ષણ માટે ઉપસર્ગ કરે છે અને નેત્રમાં પડેલા કણાદિ ખુંચવાથી, અંગો સ્તબ્ધ થવાથી, ખાડા વગેરેમાં પડવાથી તથા બાહુ વગેરે