________________
તેત્રીસમી છત્રીસી
હવે તેત્રીસમી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - - તથા જેમણે બત્રીસ પ્રકારના જીવોના રક્ષણમાં ચિત્ત કર્યું છે એવા, જેમણે ચાર પ્રકારના ઉપસર્ગોને જીત્યા છે એવા – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૩૪) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - ‘તથા’ શબ્દ પૂર્વશ્લોકની અપેક્ષાએ આ શ્લોકનો સમુચ્ચય કરવા માટે છે.
જીવવિચારની વૃત્તિમાં રત્નવિજયજી મહારાજે જીવોની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - ‘“નીર્ ધાતુ પ્રાણધારણ અર્થમાં છે’ આયુષ્યના યોગથી જીવ્યા, જીવે છે અને જીવશે એવી નિરુક્તિથી નીવાઃ એમ કહેવાય છે.'
-
તે જીવો બત્રીસ પ્રકારના છે. તે આ પ્રમાણે ૧ અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય, ૨ પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય, ૩ અપર્યાપ્તા બાદ૨ પૃથ્વીકાય, ૪ પર્યામા બાદર પૃથ્વીકાય, ૫ અપર્યાપ્તા સૂક્ષ્મ અકાય, ૬ પર્યાપ્તા સૂક્ષ્મ અકાય, ૭ અપર્યાપ્તા બાદર અપ્લાય, ૮ પર્યાપ્તા બાદર અપ્લાય, ૯ અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય, ૧૦ પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય, ૧૧ અપર્યાપ્તા બાદર તેઉકાય, ૧૨ પર્યાપ્તા બાદર તેઉકાય, ૧૩ અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય, ૧૪ પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય, ૧૫ અપર્યાપ્તા બાદર વાયુકાય, ૧૬ પર્યામા બાદર વાયુકાય, ૧૭ અપર્યાપ્તા સૂક્ષ્મ અનંતવનસ્પતિકાય, ૧૮ પર્યાપ્તા સૂક્ષ્મ અનંતવનસ્પતિકાય, ૧૯ અપર્યાપ્તા બાદર અનંતવનસ્પતિકાય, ૨૦ પર્યાપ્તા બાદર અનંતવનસ્પતિકાય, ૨૧ અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય, ૨૨ પર્યાપ્તા પ્રત્યેકવનસ્પતિકાય, ૨૩ અપર્યાપ્તા બેઇન્દ્રિય, ૨૪ પર્યાપ્તા બેઇન્દ્રિય, ૨૫ અપર્યાપ્તા તેઇન્દ્રિય, ૨૬ પર્યાપ્તા તેઇન્દ્રિય, ૨૭ અપર્યાપ્તા ચઉરિન્દ્રિય, ૨૮ પર્યાપ્તા ચઉરિન્દ્રિય, ૨૯ અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય, ૩૦ પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય, ૩૧ અપર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય અને ૩૨ પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય.