________________
બત્રીસમી છત્રીસી હવે બત્રીસમી છત્રીસી કહે છે –
શબ્દાર્થ - એકત્રીસ પ્રકારના સિદ્ધના ગુણો અને પાંચ જ્ઞાનોનું સારી રીતે સ્વરૂપ બતાવવા વડે – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૩૩).
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ – બંધાયેલા કર્મો જેમણે ખપાવ્યા છે તે સિદ્ધ, એટલે મુક્તાત્મા. તેના ગુણો તે સિદ્ધગુણો. તે એકત્રીસ પ્રકારના છે. તે આ પ્રમાણે – ૧ લાંબા નહીં, ૨ ગોળ નહીં, ૩ ત્રિકોણ નહીં, ૪ ચોરસ નહીં, ૫ પરિમંડલ નહીં, ૬ કાળા નહીં, ૭ નીલા નહીં, ૮ લાલ નહીં, ૯ પીળા નહીં, ૧૦ સફેદ નહીં, ૧૧ સુગંધી નહીં, ૧૨ દુર્ગધી નહીં, ૧૩ કડવા નહીં, ૧૪ તીખા નહીં, ૧૫ તુરા નહીં, ૧૬ ખાટા નહીં, ૧૭ મીઠા નહીં, ૧૮ કર્કશ નહીં, ૧૯ મૃદુ નહીં, ૨૦ ભારે નહીં, ૨૧ હલકા નહીં, ૨૨ ઠંડા નહીં, ૨૩ ગરમ નહીં, ૨૪ સ્નિગ્ધ નહીં, ૨૫ રૂક્ષ (લુખા) નહીં, ૨૬ સ્ત્રી નહીં, ૨૭ પુરુષ નહીં, ૨૮ નપુંસક નહીં, ૨૯ સંગરહિત, ૩૦ કાયરહિત અને ૩૧ જન્મરહિત. શ્રમણપ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે, “એકત્રીસ સિદ્ધના આદિગુણો વડે.”
આવશ્યકસૂત્રની વૃત્તિમાં આની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે -
“એકત્રીસ સિદ્ધના આદિ ગુણો વડે જે અતિચાર લાગ્યો હોય તેનાથી હું પાછો ફરું છું. જેના બાંધેલા કર્મો બની ગયા છે તે સિદ્ધ. તેના આદિ ગુણો એટલે કે એકસાથે થનારા ગુણો, ક્રમશઃ નહીં, તે સિદ્ધાદિગુણો. સંગ્રહણિકાર તેમને બતાવે છે –
પાંચ સંસ્થાન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને ત્રણ વેદોના પ્રતિષેધથી અને શરીરરહિત, સંગરહિત, જન્મરહિત - આ ત્રણ સહિત એકત્રીસ સિદ્ધના આદિ ગુણો થાય છે. કહ્યું છે કે, “તેઓ લાંબા નથી, ટૂંકા નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી, પરિમંડલ (બંગળી આકારના) નથી, કાળા નથી, નીલા નથી, લાલ નથી, પીળા નથી, સફેદ નથી, સુગંધી નથી, દુર્ગધી નથી, કડવા નથી, તીખા નથી, તૂરા નથી, ખાટા નથી, મીઠા નથી, કર્કશ નથી, કોમળ નથી, ભારે નથી, હલકા નથી, ઠંડા નથી, ગરમ નથી,