________________
૯૮૮
એકત્રીસ પ્રકારના સિદ્ધગુણો સ્નિગ્ધ નથી, લૂખા નથી, શરીર વિનાના છે, સંગ વિનાના છે, જન્મ વિનાના છે, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. (આચારાંગસૂત્ર)
અથવા બીજી રીતે સિદ્ધના એકત્રીસ ગુણો આ પ્રમાણે જાણવા - ૧ જેમનું મતિજ્ઞાનાવરણ ક્ષય થયું છે, ૨ જેમનું શ્રુતજ્ઞાનાવરણ ક્ષય થયું છે, ૩ જેમનું અવધિજ્ઞાનાવરણ ક્ષય થયું છે, ૪ જેમનું મન:પર્યવજ્ઞાનાવરણ ક્ષય થયું છે, ૫ એમનું કેવળજ્ઞાનાવરણ ક્ષય થયું છે, ૬ જેમનું ચક્ષુદર્શનાવરણ ક્ષય થયું છે, ૭ જેમનું અચક્ષુદર્શનાવરણ ક્ષય થયું છે, ૮ જેમનું અવધિદર્શનાવરણ ક્ષય થયું છે, ૯ જેમનું કેવળદર્શનાવરણ ક્ષય થયું છે, ૧૦ જેમની નિદ્રાનો ક્ષય થયો છે, ૧૧ જેમની નિદ્રાનિદ્રાનો ક્ષય થયો છે, ૧૨ જેમની પ્રચલાનો ક્ષય થયો છે, ૧૩ જેમની પ્રચલાપ્રચલાનો ક્ષય થયો છે, ૧૪ જેમની થીણદ્ધિનો ક્ષય થયો છે, ૧૫ જેમના સાતાવેદનીયનો ક્ષય થયો છે, ૧૬ જેમના અસાતાવેદનીયનો ક્ષય થયો છે, ૧૭ જેમના દર્શનમોહનીયનો ક્ષય થયો છે, ૧૮ જેમના ચારિત્રમોહનીયનો ક્ષય થયો છે, ૧૯ જેમના નરકાયુષ્યનો ક્ષય થયો છે, ૨૦ જેમના તિર્યંચાયુષ્યનો ક્ષય થયો છે, ૨૧ જેમના મનુષ્પાયુષ્યનો ક્ષય થયો છે, ૨૨ જેમના દેવાયુષ્યનો ક્ષય થયો છે, ૨૩ જેમના શુભ નામકર્મનો ક્ષય થયો છે, ૨૪ જેમના અશુભ નામકર્મનો ક્ષય થયો છે, ૨૫ જેમના ઉચ્ચગોત્રનો ક્ષય થયો છે, ૨૬ જેમના નીચગોત્રનો ક્ષય થયો છે, ૨૭ જેમના દાનાંતરાયનો ક્ષય થયો છે, ૨૮ જેમના લાભાંતરાયનો ક્ષય થયો છે, ૨૯ જેમના ભોગાંતરાયનો ક્ષય થયો છે, ૩૦ જેમના ઉપભોગાંતરાયનો ક્ષય થયો છે અને ૩૧ જેમના વિયંતરાયનો ક્ષય થયો છે. આવશ્યકસૂત્રની વૃત્તિમાં કહ્યું છે -
બીજી રીતે સિદ્ધના આદિગુણો બતાવતાં કહે છે –
અથવા જેમનું નવ પ્રકારનું દર્શનાવરણ કર્મ (ચક્ષુદર્શનાવરણ વગેરે ચાર અને પાંચ નિદ્રા) નાશ પામ્યું છે, જેમનું નરકાયુષ્ય વગેરે ચાર પ્રકારનું આયુષ્યકર્મ નાશ પામ્યું છે, જેમનું મતિજ્ઞાનાવરણ વગેરે પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ નાશ પામ્યું છે, જેમનું દાનાંતરાયકર્મ વગેરે પાંચ પ્રકારનું અંતરાયકર્મ નાશ પામ્યું છે, જેમનું સતાવેદનીયઅસાતવેદનીય એમ બે પ્રકારનું વેદનીયકર્મ નાશ પામ્યું છે, જેમનું દર્શનમોહનીયચારિત્રમોહનીય એમ બે પ્રકારનું મોહનીયકર્મ નાશ પામ્યું છે, જેમનું શુભનામકર્મઅશુભનામકર્મ એમ બે પ્રકારનું નામકર્મ નાશ પામ્યું છે, જેમનું નીચગોત્ર-ઉચ્ચગોત્ર એમ બે પ્રકારનું ગોત્રકર્મ નાશ પામ્યું છે.”