________________
ત્રીસ મોહનીયબંધસ્થાનો
(૧૨) વારંવાર જ્ઞાન વગેરે માર્ગની વિરાધના માટે જ્યોતિષ વગે૨ે અને રાજાની યાત્રા વગેરે અધિકરણો કહે છે.
(૧૩) જાણીને વશીકરણ વગેરે અધાર્મિક યોગોને વારંવાર કરે છે.
(૧૪) ઇચ્છા અને મદન રૂપ કામોને ત્યજીને દીક્ષા લઈને મનુષ્યસંબંધી અને દેવસંબંધી કામોની અભિલાષા કરે છે.
202
(૧૫) વારંવાર ‘હું બહુશ્રુત છું.’ એમ કહે છે. બહુશ્રુત કે બીજો પૂછે કે, ‘તું બહુશ્રુત છે ?’ તો ‘હા’ કહે કે મૌન રહે કે ‘સાધુઓ બહુશ્રુત જ હોય છે.’ એમ કહે છે.
(૧૬) તપસ્વી ન હોવા છતાં હું તપસ્વી છું એમ કહે.
(૧૭) ઘરમાં ઘણાને નાંખીને અંદરમાં અગ્નિથી ધૂમાડો કરીને હિંસા કરે. (૧૮) પોતે હિંસા કરીને ‘આણે કરી’ એમ આળ આપે.
(૧૯) માયાથી બીજાને ઠગે.
(૨૦) અશુભ મનોયોગ કરે.
(૨૧) સભામાં બધું ખોટું બોલે.
(૨૨) હંમેશા ઝઘડાનો નાશ ન કરે.
(૨૩) જીવોને રસ્તામાં લઈ જઈને વિશ્વાસથી તેમનું સોનું વગેરે ધન હરે.
(૨૪) કોઈ ઉપાયથી જીવોની સાથે અતુલ પ્રીતિ કરીને તેમની પત્નીમાં લોભાય.
(૨૫) વારંવાર પોતે કુમાર ન હોવા છતાં ‘હું કુમાર છું’ એમ કહે.
(૨૬) વારંવાર પોતે અબ્રહ્મચારી હોવા છતાં ‘હું બ્રહ્મચારી છું’ એમ કહે.
(૨૭) જેણે ઐશ્વર્ય આપ્યું હોય તેના જ ધનમાં લોભાય.
(૨૮) જેના પ્રભાવથી લોકમાં સંમત થયો હોય તેને જ કોઈક રીતે અંતરાય કરે.
(૨૯) સેનાપતિની એટલે કે રાજાથી અનુજ્ઞા અપાયેલ ચાર પ્રકારની સેનાના સ્વામીની, લેખાચાર્ય વગેરેની કે સ્વામીની કે રાષ્ટ્રના કે વાણીયાઓના સમૂહના નાયકની હિંસા કરે.
(૩૦) દેવોને નહીં જોનારો માયાથી ‘હું દેવ છું’ એમ કહે. ‘કામમાં આસક્ત એવા દેવોથી શું ફાયદો કે જેઓ આપણી ઉપર ઉપકાર નથી કરતાં' એમ દેવોની નિંદા કરીને