________________
૯૭૮
ત્રીસ મોહનીયબંધસ્થાનો મારથી હિંસા કરે છે.
(૫) ઘણા જીવોના સ્વામી, સમુદ્રમાં ડૂબતાં જેમ દ્વીપ આશ્વાસનરૂપ છે તેમ સંસારમાં આશ્વાસનરૂપ, અન્ન-પાણી વડે જીવોની રક્ષા કરનારા જીવની હિંસા કરે છે. તે હિંસા કરવાથી ઘણા જીવોને સંમોહ પેદા કરવાથી મહામોહ કરે છે.
(૬) બીજાની સામાન્ય માંદગી હોતે છતે સમર્થ હોવા છતાં ઉપદેશ વડે કે યાદ કરીને મહાઘોર-પરિણામવાળો જીવ ઔષધની યાચના વગેરે ન કરે તે પણ મહામોહ કરે છે. ગ્લાન સર્વસામાન્ય છે, કેમકે તેવો ભગવાનનો ઉપદેશ છે. કહ્યું છે કે, “હે ભગવંત જે ગ્લાનની સેવા કરે છે તે ધન્ય છે કે જે તમને દર્શન (સમ્યકત્વ)થી સ્વીકારે તે ધન્ય છે? હે ગૌતમ ! જે ગ્લાનની સેવા કરે છે તે. હે ભગવંત ! કેમ આમ કહો છો ? હે ગૌતમ ! જે ગ્લાનની સેવા કરે છે તે મને શ્રદ્ધાથી સ્વીકારે છે. મને દર્શનથી સ્વીકારે છે તે ગ્લાનની સેવા કરે છે. અરિહંતોના દર્શનનો સાર આજ્ઞાપાલન છે. હે ગૌતમ ! તેથી આમ કહેવાય છે કે, જે ગ્લાનની સેવા છે તે મને સ્વીકારે છે. જે મને સ્વીકારે છે તે ગ્લાનની સેવા કરે છે.”
(૭) નજીકમાં રહેલા સાધુને બળાત્કારે મહામોહ પરિણામવાળો જીવ શ્રુત-ચારિત્ર ભેટવાળા ધર્મથી ભ્રષ્ટ કરે છે.
(૮) મોલમાં લઈ જનારા જ્ઞાન વગેરે સ્વરૂપ માર્ગને દૂષિત કરતો પોતાના અને બીજાના અપકારને કરે છે. જ્ઞાનમાં - “કાયો અને વ્રતો તે જ છે.” વગેરે વડે, દર્શનમાં “આ અનંતા જીવો અસંખ્ય પ્રદેશવાળા લોકમાં શી રીતે રહે?' વગેરે વડે, “જીવો ઘણા હોવાથી અહિંસક શી રીતે થાય? એટલે ચારિત્રનો અભાવ છે.' વગેરે .
(૯) મહાઘોરપરિણામવાળો જીવ અનંતજ્ઞાની એવા તીર્થકરોની નિંદા કરે છે. કેવી રીતે? જાણવા યોગ્ય વસ્તુઓ અનંત હોવાથી બધી વસ્તુઓનું જ્ઞાન થતું નથી. કહ્યું છે કે, “આજે પણ જ્ઞાન દોડે છે. આજે પણ લોક અનંત છે. આજે પણ કોઈ તારી સર્વજ્ઞતાને પામતું નથી.” એવું બોલે, પણ જાણતો નથી કે, “આવરણના ક્ષયથી જિનેશ્વર લોક અને અલોકને એકસાથે પ્રકાશિત કરે છે. જેમ વાદળના પટલો દૂર થવા પર સૂર્ય પરિમિત દેશને પ્રકાશિત કરે છે તેમ.”
(૧૦) મંદબુદ્ધિથી આચાર્ય-ઉપાધ્યાયની જાતિ વગેરેથી નિંદા કરે છે – “આ અબહુશ્રુત છે છતાં પણ અમે પણ એમની પાસે કોઈક રીતે કંઈક પણ જાણ્યું.”
(૧૧) પરમ બંધુ અને પરમ ઉપકારી એવા તે આચાર્ય અને ઉપાધ્યાયના ગુણોથી પ્રભાવિત થયે છતે તેમના જ કાર્યમાં આહાર, ઉપકરણ વગેરેથી સેવા ન કરે.