________________
એકત્રીસમી છત્રીસી હવે એકત્રીસમી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - અને લોકમાં ત્રીસ મહામોહબંધસ્થાનોને અને અંદરના છ શત્રુઓને નિવારતા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૩૨).
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - જેનાથી જીવો સાચા અને ખોટાના વિવેક વિનાના થાય છે તે મોહ એટલે મોહનીયકર્મ. અતિસંક્લિષ્ટ પરિણામમાં કારણ હોવાથી મહાન એવો મોહ તે મહામોહ. તેનો બંધ એટલે આત્માની સાથે દૂધ-પાણીની જેમ પરસ્પર સંબંધ થવો તે મહામોહબંધ. તેના સ્થાનો એટલે નિમિત્તો તે મહામોહબંધસ્થાનો. તે ત્રીસ છે. શ્રમણપ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે – “ત્રીસ મોહનીયસ્થાનો વડે.'
આવશ્યકસૂત્રની વૃત્તિમાં આની વ્યાખ્યા આ પ્રમાણે કરાઈ છે –
ત્રીસ મોહનીયસ્થાનો વડે જે અતિચાર લાગ્યા હોય તેનાથી હું પાછો ફરું છું. સામાન્યથી એક પ્રકૃતિવાળું કર્મ તે મોહનીય કહેવાય છે. કહ્યું છે કે, “સંક્ષેપથી આઠ પ્રકારનાં કર્મને મોહ કહેવાય છે.” વિશેષથી ચોથી કર્મપ્રકૃતિ તે મોહનીય છે. તેના સ્થાનો એટલે નિમિત્તો – ભેદો-પર્યાયો તે મોહનીયસ્થાનો. તેમને કહેવાની ઇચ્છાવાળા સંગ્રહણિકાર કહે છે -
(૧) પાણીમાં તીવ્ર મનથી પગથી સ્ત્રી વગેરે ત્રસ જીવોની દબાવીને હિંસા કરે છે. તે જીવને મહામોહ ઉત્પન્ન કરે છે અને સંક્લિષ્ટ ચિત્તવાળો હોવાથી સેંકડો ભવે દુ:ખેથી સહન કરી શકાય એવા પોતાના મહામોહને કરે છે. આ પ્રમાણે ક્રિયા બધે કહેવી.
(૨) હાથથી મુખ કે કાન વગેરેને ઢાંકીને હૃદયમાં દુઃખપૂર્વક ચીસો પાડતાં અને ગળાથી અત્યંત રડતા જીવની હિંસા કરે છે. | (૩) ભીના ચામડા વગેરે વડે વીંટીને વારંવાર તીવ્ર અશુભ પરિણામથી જીવની હિંસા કરે છે.
(૪) મસ્તકમાં કુહાડી વગેરેથી મારીને મસ્કતને ભેદીને મહામોહને પેદા કરનાર ખરાબ