________________
૯૫૦
અઠ્યાવીસ લબ્ધિઓ
જે (ઉત્પાદ-વ્યય-ને ધ્રુવ ઇત્યાદિ) એક જ અર્થપ્રધાનપદવડે બીજા ઘણા અર્થને જાણે તે બીજબુદ્ધિ (ગણધરો) કહેવાય. (૭૯૯-૮૦૦)
ગાથાર્થ - એ પ્રમાણે પરિણામવશાત્ ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી થયેલી બહુ પ્રકારની લબ્ધિઓ જીવોને હોય છે. (૮૦૧)
ટીકાર્થ - ઉ૫૨ કહેલી અને એ સિવાય બીજી પણ લબ્ધિઓ જીવોને શુભ-શુભતરાદિ પરિણામવશાત્ અનેક પ્રકારની હોય છે. તેમાં વૈક્રિય અને આહારકાદિ નામકર્મના ઉદયથી વૈક્રિય અને આહા૨ક લબ્ધિ પ્રાપ્ત થાય છે, દર્શનમોહનીયાદિકર્મના ક્ષયથી ક્ષાયિક સમકિતક્ષીણમોહપણું અને મોક્ષ વગેરે લબ્ધિઓ થાય છે, દાનાન્તરાય-લાભાન્તરાય આદિ કર્મના ક્ષયોપશમથી અક્ષીણમહાનસી વગેરે લબ્ધિ થાય છે. જે લબ્ધિવડે એક જણે લાવેલી ભિક્ષા ઘણા વાપરે તો પણ ખૂટે નહિ, અને જ્યારે પોતે વાપરે ત્યારે પૂર્ણ થાય, તે અક્ષીણમહાનસી લબ્ધિ કહેવાય, અને દર્શનમોહનીય આદિ કર્મના ઉપશમથી ઉપશમસમકિત અને ઉપશાન્તમોહપણું વગેરે લબ્ધિઓ થાય છે. (૮૦૧)
આ સંબંધમાં બીજો મત બતાવીને તેનું ખંડન કરે છે -
ગાથાર્થ - કેટલાક વીશ લબ્ધિઓ કહે છે, તે યોગ્ય નથી, કેમ કે ‘‘લબ્ધિ” એવો જે વિશેષ, તે જીવોને અસંખ્ય છે. ગણધરલબ્ધિ, તૈજસલબ્ધિ, આહારકલબ્ધિ, પુલાકલબ્ધિ, આકાશગમનલબ્ધિ વગેરે ઘણી લબ્ધિઓ સંભળાય છે, પણ તે અહીં કહી નથી. (૮૦૨૮૦૩)
ટીકાર્થ - જેઓ વીશ લબ્ધિઓ જ છે એમ કહે છે, તે વીશ લબ્ધિઓ આ પ્રમાણે માને છે, જેવી કે - ૧. આમષ્ટષધિ, ૨. શ્લેષ્મઔષધિ, ૩. મલૌષધિ, ૪. વિપ્રુડૌષધિ, ૫. સર્વોષધિ, ૬. કોષ્ઠબુદ્ધિ, ૭. બીજબુદ્ધિ, ૮. પદાનુસારીબુદ્ધિ, ૯. સંભિન્નશ્રોતા, ૧૦. ઋજુમતિ, ૧૧. વિપુલમતિ, ૧૨. ક્ષીરમધૃતાશ્રવાલબ્ધિ, ૧૩. અક્ષીણમહાનસીલબ્ધિ, ૧૪. વૈક્રિયલબ્ધિ, ૧૫. ચારણલબ્ધિ, ૧૬. વિદ્યાધર, ૧૭. અરિહંત, ૧૮. ચક્રી, ૧૯. બળદેવ અને ૨૦ વાસુદેવ એ વીશ લબ્ધિઓ છે.
આ વીશ લબ્ધિઓ ભવસિદ્ધિક જીવોને હોય છે. એમાંથી જિનલબ્ધિ-બળદેવ-ચક્રી વાસુદેવ-સંભિન્નશ્રોતા-જંઘાચારણ અને પૂર્વધર એ સાત લબ્ધિઓ ભવસિદ્ધિક સ્ત્રીઓને નથી હોતી. તેમજ એ સાત અને ઋજુમતિ તથા વિપુલમતિ મળીને નવ લબ્ધિઓ અભવ્ય પુરુષોને પણ કદી નથી હોતી. વળી અભવ્ય સ્ત્રીઓને એ કહેલી નવ અને ક્ષીરમાશ્રવ મળીને દશ લબ્ધિઓ નથી હોતી પણ બાકીની જ હોય છે. (૮૦૨-૮૦૩)'