________________
અઠ્યાવીસ લબ્ધિઓ
૯૪૯ ઔષધિપણાને પામેલ હોય તેને વિમુડીષધિ કહે છે. આ અને બીજા ઘણા અવયવો સુવાસિત હોઈને રોગ શમાવવાને સમર્થ હોવાથી, તે તે ઔષધિપણાને પામેલા હોવાથી, તે સર્વોષધિ કહેવાય. જે સર્વ ઇન્દ્રિયોથી સાંભળે અને તે સર્વ વિષયો શ્રોત્રેન્દ્રિયથી જાણે, અથવા ભિન્ન ભિન્ન ઘણા શબ્દો સાંભળે છે તે સંભિન્નશ્રોતા કહેવાય. સામાન્યમાત્રપ્રાહિણી મતિ તે ઋજુમતિ મન:પર્યવજ્ઞાન છે, એ પ્રાયઃ વિશેષવિમુખ ઘટમાત્ર ચિંતવ્યો છે એમ જાણે. અને વિપુલમતિ તે ઋજુમતિએ જાણેલી વસ્તુને વિશેષપણે ગ્રહણ કરે એટલે સેંકડો પર્યાયે કરીને યુક્ત એવી ચિંતનીય વસ્તુને વિશેષપણે ગ્રહણ કરનારી હોય છે.
જંઘા અને વિદ્યાવડે અતિશય ગમનાગમન કરવાને સમર્થ હોય તે ચારણ મુનિઓ છે. તેમાં જંઘાચારણ મુનિ સૂર્યના કિરણોની મદદ વડે એક પગલે રૂચકવરદ્વીપે જાય, ત્યાંથી પાછા ફરતાં બીજા પગલે નંદીશ્વરદ્વીપે આવે અને ત્રીજા પગલે અહીં પાછા આવે. (ઊર્ધ્વદિશામાં પહેલા પગલે પંડકવનમાં જાય, બીજા પગલે નંદનવનમાં આવે અને ત્રીજા પગલે ત્યાંથી અહીં પાછા આવે. વિદ્યાચારણ મુનિ પહેલા માનુષોત્તર પર્વત પર જાય, બીજા પગલે નંદિશ્વરતીરે જાય અને ત્રીજા પગલે ત્યાંથી અહીં આવી ચૈત્યવંદન કરે. (ઊર્ધ્વદિશામાં) પહેલા પગલે નંદનવનમાં જાય, બીજા પગલે પંડકવનમાં જાય અને ત્રીજા પગલે ત્યાંથી અહીં આવે.
આશી એટલે દાઢા, તેમાં જેને મહાવિષ હોય તે આશીવિષ કહેવાય. તે આશીવિષ કર્મથી અને જાતિથી એમ બે પ્રકારે છે. કર્મથી આશીવિષ અનેક પ્રકારે છે અને જાતિ વડે આશીવિષ વીંછી વગેરે ચાર પ્રકારે છે. અહીં મન:પર્યવજ્ઞાન ગ્રહણ કરવાથી વિપુલમતિ મન:પર્યવ કહ્યું છે, અને સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-તથા ચારિત્ર વડે કેવળી ચાર પ્રકારે છે. (૭૮૧-૭૯૨)
ઉપરોક્ત ઋદ્ધિઓ સિવાય બીજી પણ ક્ષીરાઢવાદિ લબ્ધિઓ છે, તે ભાષ્યકાર મહારાજ કહે છે.
ચક્રવર્તિની લાખ ગાયોનું દૂધ પચાસ હજાર ગાયોને પાય એમ અર્ધ અર્ધના અનુક્રમ વડે કરીને છેવટે એક ગાયનું જે દૂધ નીકળે તે દૂધ, શર્કરાદિ અત્યંત મધુર દ્રવ્યથી પણ અતિશય મીઠાશવાળું મધ, એ પ્રકારે ઘી પણ લેવું, તેના સ્વાદ જેવાં જેનાં વચનો હોય, તે (તીર્થંકર-ગણધરાદિ) ક્ષીરાશ્રવ, મધ્વાશ્રવ અને વૃતાશ્રવ લબ્ધિવાળા જાણવા. તેઓ સમસ્તજનને સુખ કરનાર હોય છે. કોષ્ઠક (કોઠારમાં રહેલા) ધાન્યની પેઠે જેને સૂત્ર અને અર્થ નિરંતર સ્મૃતિયુક્ત હોવાથી ચિરસ્થાયી હોય, તે કોઇકબુદ્ધિ લબ્ધિમાન કહેવાય, જે સૂત્રના એક જ પદથી સ્વબુદ્ધિવડે ઘણું શ્રત જાણે છે, તે પદાનુસારી લબ્ધિમાન કહેવાય, અને