________________
૮૯૫
બાવીસ પરીષહો નથી.” એમ પસ્તાવો ન કરે અને મળી જાય તો હું લબ્ધિવાળો છું.” એમ ખુશ ન થાય. અથવા થોડું કે અનિષ્ટ મળે તો પણ પસ્તાવો સંભવે છે. માટે તેવું મળે તો પણ પસ્તાવો ન કરવો. (૩૦)
અલાભને લીધે વધેલું જેવું તેવું વાપરનારા સાધુઓને કદાચ રોગો ઉત્પન્ન થાય. તેથી રોગપરીષહને કહે છે –
તાવ વગેરે રોગને ઉત્પન્ન થયેલો જાણીને ફોડલો થવો, પીઠ પકડાવી વગેરેના અનુભવરૂપ વેદના વડે દુઃખથી પીડાયેલો સાધુ દુઃખથી પીડિત હોવાથી ચાલતી એવી “આ મારા પોતાના કર્મોનું ફળ જ છે.” એવી તત્ત્વબુદ્ધિને સ્થિર કરે. બુદ્ધિને સ્થિર કરે છત કે રોગ ઉત્પન્ન થયે છતે રાજમંદ વગેરે રોગોથી વ્યાપ્ત હોવા છતાં પણ કે પુષ્ટ હોવા છતાં પણ રોગ જનિત દુઃખને સહન કરે. (૩૨)
રોગથી પીડાયેલાને શયન વગેરેમાં ઘાસનો સ્પર્શ મુશ્કેલીથી સહન થાય તેવો હોય છે. તેથી તૃણસ્પર્શપરીષહને કહે છે –
અચલક, લૂખા, સંયમી, તપસ્વી, દર્ભ વગેરે ઘાસમાં સૂતેલા કે બેઠેલા સાધુને શરીરની ખેંચવારૂપ વિરાધના થાય. તરે તે તૃણ. સચેલકને ઘાસનો સ્પર્શ ન થવાથી, સ્નિગ્ધને ઘાસનો સ્પર્શ થવા છતાં સ્નિગ્ધ હોવાથી અને અસંયમીને પોલા અને લીલા ઘાસને લેવાથી તેવી શરીરની વિરાધના ન થાય, તેથી સાધુના અચેલક વગેરે વિશેષણો મૂક્યા. ગરમી પડવાથી મન-વચન-કાયાને સ્વરૂપથી ચલિત કરનારી કે વિપુલ વેદના થાય. આ કે આ પ્રમાણે જાણીને સાધુ ઘાસથી કંટાળીને વસ્ત્રને કે કામળીને ન વાપરે. કહેવાનો ભાવ આવો છે - જો કે ઘાસથી શરીરે ઉઝરડા પડ્યા હોય અને સૂર્યના કિરણના સ્પર્શથી થયેલો પરસેવો તેને અડવાથી ઘા પર મીઠું નાંખવા જેવી પીડા થાય છે છતાં પણ દેદીપ્યમાન અંગારા જેવા, સાંધા વિનાના વજના કુંડોમાં કરુણ રીતે અવાજ કરતા કેટલાક નારકીઓ નરકના અગ્નિથી બળાય છે. અગ્નિથી ડરેલા દોડતા વૈતરણી નદી પાસે જઈને એને ઠંડા પાણીવાળી જાણીને ખારા પાણીમાં તેઓ પડે છે. ક્ષારથી પીડિત શરીરવાળા તેઓ હરણની ઝડપથી ઊભા થઈને છાંયો મળશે એમ વિચારી અસિપત્રવનમાં જાય છે. ત્યાં વાયુથી કંપેલા પડતાં શક્તિ, પરોણા, ભાલા, તલવાર, તોમર, પટ્ટિશ વડે તે બીચારાઓ છેદાય છે.” આવી અતિ ભયંકર વેદના નરકમાં મેં પરાધીનદશામાં અનુભવી છે, તો આ કેટલી વેદના છે ? અને સ્વાધીનપણે બરાબર સહન કરવામાં ઘણો લાભ છે એમ વિચારીને તેને દૂર કરવાની ઇચ્છાથી વસ્ત્ર કે ધાબળો ન લે. આ જિનકલ્પિકની અપેક્ષાએ કહ્યું. સ્થવિરકલ્પિકો સાપેક્ષસંયમવાળા હોવાથી વસ્ત્ર અને કામળીને સેવે પણ છે.