________________
૮૯૬
બાવીસ પરીષહો કેટલાક ઘાસ મેલા પણ હોય છે. તેથી તેના સંપર્કથી અને વિશેષથી પસીનાથી શરીરનો મેલ થાય છે. તેથી હવે મલપરીષહ કહે છે –
ગરમીમાં તાપને લીધે પસીનો થવાથી અને તે પસીનાથી ભીના થયેલા મલરૂપ કાદવથી કે તેના કઠણ થવાથી થયેલ રજ કે ધૂળ વડે જેનું શરીર પુષ્ટ કે બાધિત થયેલું છે એવો રોગી હોય કે અરોગી હોય જે સ્નાનની પ્રાર્થના કરે છે તેણે આચારને ઓળંગ્યો છે અને સંયમને છોડ્યું છે.” આ આગમને યાદ કરીને અસ્નાનની મર્યાદાને નહીં ઓળંગનાર મેધાવી સાધુ સુખને આશ્રયીને “શી રીતે કે જ્યારે આ રીતે મેલથી લેપાયેલા શરીરવાળા મને સુખનો અનુભવ થશે?' એમ ન બોલે. (૩૬) | મેલથી લેપાયેલ શરીરવાળો સાધુ મેલ વિનાના બીજાના સત્કાર-પુરસ્કાર થતાં જોઈને સત્કાર-પુરસ્કારની સ્પૃહા કરે. માટે સત્કાર-પુરસ્કાર પરીષહને કહે છે –
માથુ નમાવવું, ચરણ સ્પર્શ કરવો વગેરે પૂર્વક “હું અભિવાદન કરું છું.” એમ બોલવું તે અભિવાદન. સંભ્રમપૂર્વક આસન છોડવું તે અભ્યત્થાન. “આજે આપે મારા ઘરે ભિક્ષા લેવી.” વગેરે રૂપ નિમંત્રણ. રાજા વગેરે અભિવાદન, અભ્યત્થાન અને નિમંત્રણ કરે. જે સાધુ કે પરદર્શનવાળા આગમમાં નિષિદ્ધ એવા પણ તે અભિવાદન વગેરેને સ્વીકારે છે તેમની સાધુ “આમનો જન્મ સફળ છે કે આ લોકો આવા અભિવાદન વગેરે વડે સત્કારાય છે,' એમ સ્પૃહા ન કરે. (૩૮)
ઉપર કહેલા પરીષહોને જીતનારા પણ કોઈક સાધુને જ્ઞાનાવરણ કર્મ દૂર થવાથી બુદ્ધિનો ઉત્કર્ષ થાય અને બીજાને જ્ઞાનાવરણકર્મના ઉદયથી બુદ્ધિનો અપકાર થાય તેથી તેને અભિમાન અને દીનતા થાય. તેથી પ્રજ્ઞાપરીષહને કહે છે –
સે’ શબ્દ ‘અથ' શબ્દના અર્થવાળો છે. તે વાતની શરૂઆત કરવા માટે છે. નક્કી મેં પૂર્વે જ્ઞાનની નિંદા વગેરેથી જ્ઞાનાવરણ કર્મો બાંધ્યા હશે, કેમકે નહીં જાણનારા કે જાણનારા કોઈ વડે કોઈક સારા સૂત્ર વગેરે વિષે કે વસ્તુ વિષે પૂછાયેલો હું જાણતો નથી. કહ્યું છે કે, જ્ઞાન અને જ્ઞાનીના નિંદા, દ્વેષ, ઈર્ષા, ઉપધાત (હણવું), વિદ્ગો વડે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે.” પોતે નહીં બાંધેલા કર્મો ભોગવવા પડતાં નથી. કહ્યું છે કે, “જીવો પોતે શુભઅશુભ કર્મો કરે છે અને પોતે જ સુખો અને દુઃખોને ભોગવે છે.” સ્વચ્છ સ્ફટિકની જેમ અતિનિર્મળ અને પ્રકાશરૂપ આત્મા પોતે અપ્રકાશક ન બને પણ જ્ઞાનાવરણકર્મને લીધે જ અપ્રકાશક બને. કહ્યું છે કે, “તેમાં જ્ઞાનાવરણીય નામનું કર્મ છે જેનાથી જીવનું પાંચ પ્રકારનું જ્ઞાન આવરાય છે, જેમ વાદળો વડે સૂર્ય આવરાય છે તેમ.” અથવા “સે' શબ્દ પ્રતિવચનવાચી ‘નથ’ શબ્દના અર્થવાળો છે. તે સાધુ કોઈએ કંઈક પૂછવા પર તેવા પ્રકારનો