SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ બાવીસ પરીષહો ૮૯૪ જાય છે તે કારણથી સાધુ ગુસ્સે ન થાય. (૨૪) કોઈક અધમાધમને માત્ર આક્રોશથી સંતોષ ન થાય તો તે વધ પણ કરે. તેથી વધપરીષહને કહે છે - લાકડી વગેરેથી મરાયેલો સાધુ કાયાથી કંપવું, સામું હણવું વગેરે વડે અને વચનથી સામો આક્રોશ ક૨વો વગેરે વડે પોતાને ખૂબ બળતાં જેવો ન બતાવે, મનને ગુસ્સાથી વિકૃત ન કરે, પણ ‘ધર્મનું મૂળ દયા છે, ગુસ્સો કરનાર દયા કરતો નથી, તેથી જે ક્ષમામાં તત્પર છે તે ઉત્તમ ધર્મને સાધે છે' વગેરે વચનોથી ક્ષમાને ધર્મનું શ્રેષ્ઠ સાધન જાણીને યતિધર્મમાં કે ક્ષમા વગે૨ેરૂપ યતિધર્મને કે વસ્તુસ્વરૂપ યતિધર્મને વિચારે, જેમકે યતિધર્મનું મૂળ ક્ષમા છે. આ જીવ મારા નિમિત્તે કર્મ બાંધે છે. આ મારો જ દોષ છે. માટે આની ઉપર ગુસ્સો કરવો ઉચિત નથી. (૨૬) બીજાથી હણાયેલા સાધુને તેવા પ્રકારના ઔષધ વગેરે અને હંમેશા ઉપયોગી ભોજન વગેરે યાચનાથી જ મળે છે, માટે યાચનાપરીષહને કહે છે - અરે ! નિરુપકારી અને ઘર વિનાના સાધુ માટે યાવજ્જીવ આ દુઃખેથી થઈ શકે એવું છે કે આહાર, ઉપકરણ વગેરે બધું તેને યાચનાથી મળે છે, દાંત ખોતરવાની સળી વગેરે પણ તેને યાચના વિના મળતી નથી. તેથી બધી વસ્તુની યાચના દુષ્કર છે. ગાયની જેમ ચરવું તે ગોચર. જેમ ગાય પરિચિત અને અપરિચિત એ ભેદ કર્યા વિના જ પ્રવર્તે છે તેમ સાધુ પણ ભિક્ષા માટે જાય છે. પ્રધાન ગોચર તે ગોચરાત્રં, કેમકે સાધુ એષણાસમિતિથી યુક્ત થઈને ગ્રહણ કરે છે, ગાયની જેમ જેમ-તેમ નહીં. ગોચરી માટે ગયેલ સાધુ આહાર વગેરે લેવા માટે સુખેથી હાથ પસારી શકતો નથી. તેથી ‘દ૨૨ોજ ઉપકાર કર્યા વિના શી રીતે બીજાને ખુશ કરી શકાય. માટે ઘરવાસ સારો. ત્યાં કોઈ પાસે માંગવાનું નથી. પોતાના હાથે કમાયેલું દીન વગેરેને આપીને ભોગવાય છે.' એમ સાધુ ન વિચારે, કેમકે ઘ૨વાસ ઘણા સાવઘપાપોવાળો છે અને નિરવઘ આજીવિકા માટે તેનો ત્યાગ કર્યો છે. માટે પોતે રાંધવા વગેરેમાં પ્રવૃત્ત ગૃહસ્થો પાસેથી પિંડ વગેરે ગ્રહણ કરવું યોગ્ય છે. એવો કહેવાનો ભાવ છે. (૨૮, ૨૯) યાચના કરનારા સાધુને ક્યારેક લાભાંતરાય કર્મના દોષથી આહાર વગેરે ન ય મળે. તેથી અલાભપરીષહને કહે છે - ભોજન બની ગયે છતે ગૃહસ્થો પાસે ભોજનની ગવેષણા કરે. આનાથી ભમરા જેવી વૃત્તિ કહી. ભોજન બન્યા પહેલા વહોરવા જાય તો સાધુ માટે રાંધવા વગેરેની પ્રવૃત્તિ થાય. ગૃહસ્થ પાસેથી આહાર મળે કે ન મળે તો સાધુ ‘અરે ! હું અધન્ય છું કે મને કંઈ મળતું
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy