________________
ગુરુનું માહાત્મ્ય
૮૨
આચાર્યની ભક્તિ કેવી રીતે કરવી ? એ અત્રે બતાવેલું છે.) (૯/૨/૨૦)
વિનયનું ફળ કહેવા દ્વારા ઉપસંહાર કરતા કહે છે -
ગાથાર્થ - જે વળી ગુરુની આજ્ઞામાં વર્તનારા, શ્રુતધર્માર્થ, વિનયમાં કોવિદ છે, તેઓ આ દુરુત્તર ઓઘને તરીને, કર્મને ખપાવીને ઉત્તમ ગતિમાં ગયા છે, એમ હું કહું છું. (૯/૨/૨૩)
ટીકાર્થ - આચાર્યાદિની આજ્ઞામાં રહેનારા, તથા ધર્મના અર્થો જેમણે સાંભળેલા છે તેવા એટલે કે ગીતાર્થ...અહીં ગાથામાં શ્રૃતાર્થધમાં: લખેલું છે, એ પ્રાકૃતશૈલીના લીધે જાણવું. એટલે એનો અર્થ આમ જોડવો કે શ્રુતધff: = ગીતાર્થી..... તથા કરવા યોગ્ય વિનયમાં હોંશિયાર...
જે આવા પ્રકારના છે, તે મહાસત્ત્વશાળીઓ પ્રત્યક્ષથી દેખાતા, દુઃખેથી તરી શકાય એવા સંસારસમુદ્રને જાણે કે તરીને એટલે કે ચરમભવ અને કેવલિપણાને પામીને ત્યારબાદ ભવોપગ્રાહી નામનાં સઘળા કર્મોને ખપાવીને સિદ્ધિ નામની ઉત્તમગતિને પામેલા છે.
(સંસા૨ તરીને, કર્મક્ષય કરીને .આ ક્રમ ઊંધો લાગે, કેમકે પહેલાં કર્મોનો ક્ષય થાય, પછી સિદ્ધિપ્રાપ્તિ રૂપી સંસારતરણ થાય. એટલે જ વૃત્તિકારે તીŕ વ તીાં એમ લખેલું છે. આશય એ કે ચરમભવ અને કેવલિપણું પામે એટલે એ તરેલા જેવા જ ગણાય. એમને માટે તીર્વાં શબ્દ વાપરેલો છે. તેઓ એ પછી પણ કર્મક્ષય કરે અને મોક્ષ પામે.)
‘‘આ પ્રમાણે હું કહું છું” એનો અર્થ પૂર્વની જેમ સમજી લેવો.(૯/૨/૨૩)
હવે ત્રીજો ઉદ્દેશો આરંભાય છે. આ ઉદ્દેશામાં વિનયી પૂજ્ય છે એ દેખાડતાં કહે છે –
ગાથાર્થ - આહિતાગ્નિ જેમ અગ્નિને, તેમ આચાર્યને સેવતો પ્રતિજાગરણ કરે. આલોકિત, ઇંગિત જાણીને જે છંદને આરાધે તે પૂજ્ય છે. (૯/૩/૧)
ટીકાર્થ - જેમ બ્રાહ્મણ અગ્નિને સેવે, એમ આચાર્યની સમ્યક્ સેવા કરતો સાધુ તે તે કાર્યો કરવા દ્વારા તેમનો ઉપચાર કરે = વિનય કરે = ભક્તિ કરે.
આચાર્ય એટલે સૂત્ર અને અર્થને આપનાર, અથવા તો તેમના જેવા જ જે બીજા મોટા સાધુ હોય તે સમજવા.
આહિતાગ્નિ એટલે બ્રાહ્મણ. (બ્રાહ્મણો અગ્નિમાં ઘી વગેરેનું આધાન કરે...)
પ્રશ્ન : બહાહિમની.... એ વગેરે શ્લોક દ્વારા આહિતાગ્નિની = બ્રાહ્મણની વાત પૂર્વે કીધેલી જ છે. ફરી શા માટે કહી ?