________________
ગુરુનું માહાભ્ય
ઉત્તરઃ સાચી વાત છે તમારી. પરંતુ તે વાત આચાર્યને આશ્રયીને જ કરેલી. આ વાત તો રત્નાધિકને આશ્રયીને પણ કહેવાય છે. આગળ કહેશે પણ ખરા કે રત્નાધિકોને વિષે વિનય કરવો, વગેરે.
પ્રતિજાગરણના = ઉપચારના = ભક્તિના ઉપાયને કહે છે – આચાર્યસંબંધી આલોક્તિ અને ઇંગિતને જાણીને જે સાધુ આચાર્યના અભિપ્રાયને આરાધે (એમની ઇચ્છા પ્રમાણે કરે) તે પૂજય છે.
આલોકિત એટલે આચાર્ય આંખોવડે જે જુએ, દર્શન કરે તે. ઇગિત એટલે અન્યથાવૃત્તિ = પૂર્વેના વર્તન કરતાં જુદા પ્રકારનું વર્તન.
આલોકિતમાં...દા.ત. ઠંડી પડતી હોય ત્યારે આચાર્ય વસ્ત્ર તરફ અવલોકન કરે, એ વખતે સાધુ વસ્ત્ર લાવવામાં પ્રવૃત્તિ કરે.
ઇંગિત...દા.ત. આચાર્ય કફ વગેરેનું નિષ્ઠીવન કરે, થુંકે (સ્થાથ્યાદિ વખતે જે વર્તન હોય, એના કરતાં વિપરીત વર્તન છે...) ત્યારે સુંઠ વગેરે લાવવા દ્વારા આચાર્યના અભિપ્રાયને અનુસરે.
આવો જે છે, તે આવા પ્રકારનો સાધુ પૂજાને યોગ્ય છે, કલ્યાણભાગી છે. (૯/૩/૧) પ્રક્રાન્તના = વિનયનાં અધિકારમાં જ કહે છે –
ગાથાર્થ - શુશ્રષાવાળો આચારને માટે વિનય કરે. વાક્યગ્રહણ કરીને યથોપદિષ્ટને ઇચ્છતો ગુરુની આશાતના ન કરે, તે પૂજય છે. (૯/૩/૨)
ટીકાર્થ - ““આ આચાર્ય શું કહેશે ?” એ પ્રમાણે એમના વચનોને ઇચ્છતો સાધુ જ્ઞાનાદિ આચારોના નિમિત્તે ઉક્તલક્ષણવાળા વિનયને કરે. (એનાથી જ્ઞાનાચારાદિની પ્રાપ્તિ થવાની જ, પ્રસન્ન ગુરુ પાસેથી બધું મળે...)
ત્યારબાદ તે ગુરુ ઉપદેશ કહે એટલે એ આચાર્યસંબંધી વાક્યને ગ્રહણ કરીને, તેમના કહેવા પ્રમાણે જ કરવાને ઇચ્છતો, માયા રહિત, શ્રદ્ધાથી કરવાને ઇચ્છતો તે વિનય કરે.
આનાથી વિપરીત કરવા દ્વારા ગુરુની જ આશાતના થાય, પણ એવું જ નથી કરતો તે જ પૂજ્ય છે. (૯/૩/૨)”
(સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણવંતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) શ્રીભદ્રબાહુસ્વામી રચિત આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે -