________________
८४
ગુરુનું માહાભ્ય ગુરુને ખુશ કરવાથી, ગુરુભક્તિથી અને વિનયથી શિષ્ય ઇચ્છિત સૂત્ર-અર્થના પારને શીધ્ર પામે છે. (૭૧૦)
શ્રી શાંતિસૂરિજી રચિત ધર્મરત્નપ્રકરણમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે -
ગાથાર્થ - “ગુરુની અવજ્ઞા કરનારો જે કંઈક અશક્ય પણ કાર્યની શરૂઆત કરે છે, શિવભૂતિની જેમ એની એ શરૂઆત મહામોહને લીધે સારી નથી. (૧૧)
ટીકાર્ય - જે કોઈ મંદમતિવાળો સાધુ ગુરુની એટલે ધર્માચાર્યની અવગણના કરતો એટલે આ ગુરુ હીન આચારવાળા છે એમ અવજ્ઞાથી જોતો છતો અશક્ય એટલે કાળ અને સંઘયણને અનુચિત એવા પણ જિનકલ્પ વગેરે અનુષ્ઠાન કરવાની શરૂઆત કરે છે. ગાથામાં આપ શબ્દ છે માટે શક્ય એવું પણ કાંઈક વિગઈનો ત્યાગ વગેરે કે જે ગુરુઓ વડે નહીં કરાતું એવું જ અનુષ્ઠાન, નહીં કે સર્વ, એમ જાણવું. તે મંદમતિ સાધુ શિવભૂતિની જેમ એટલે પહેલા દિગંબરની જેમ મહામોહને લીધે સારા આરંભવાળો નથી જ. અભિપ્રાય એ છે કે અકૃતજ્ઞતા અને અજ્ઞાનના અધિકપણા વિના કોઈ પણ માણસ પરમ ઉપકારી ગુરુની છાયાનો નાશ કરવા ઉત્સાહી થતો નથી. ભાવાર્થ કથાનકથી જાણવો. ગુરુની અવજ્ઞા કરીને પોતાને ચઢિયાતો બતાવવા પ્રવૃત્ત થયો હોવાથી એનામાં મહામોહ જાણવો. ગુરુની આજ્ઞા મુજબ શાસનની ઉન્નતિ કરનારા, લબ્ધિ અને પ્રસિદ્ધિથી નિરપેક્ષ સાધુ અધિક તપ, આતાપના વગેરે કરે તે વીર્યાચારની આરાધનારૂપ હોવાથી ગુણકારી જ છે. (૧૧૯)
ગાથાર્થ - ગુરુના ચરણની સેવામાં તત્પર અને ગુરુની આજ્ઞા પાળવામાં તેની જ ઇચ્છાવાળો યતિ ચારિત્રનો ભાર ધારણ કરવામાં સમર્થ થાય છે, અન્યથા અવશ્ય થતો નથી. (૧૨૬)
ટીકાર્થ - અહીં કોઈ શંકા કરે કે પૂર્વના આચાર્યોએ ચારિત્રીનાં છ જ લિંગો કહ્યાં છે. તે વિષે કહ્યું છે કે “માર્ગાનુસારી, શ્રદ્ધાવાળો, પ્રજ્ઞાપનીય, ક્રિયામાં તત્પર, ગુણાનુરાગી અને શક્યારંભી એ છ લિંગવાળો ભાવસાધુ હોય છે.” તો આ સાતમું લિંગ અહીં કેમ કહ્યું? તેનો જવાબ એ છે જે - ઉપદેશપદ શાસ્ત્રમાં લિંગ કહી રહ્યા પછી આ લિંગ પણ કહ્યું જ છે. તે આ પ્રમાણે “આ ધન્ય ભાવસાધુનાં સર્વે લિંગો છે, તથા ગુરુની આજ્ઞાનું સંપાદન કરવું એ પણ અહીં ગમક (ભાવસાધુને જણાવનારું) લિંગ છે. (૨૦૦)” આટલો વિસ્તાર બસ છે. હવે ચાલતી ગાથાની વ્યાખ્યા કરે છે.
ગુરુ છત્રીસ ગુણોથી યુક્ત હોય છે. તે આ પ્રમાણે - (૧) આર્ય દેશમાં ઉત્પન્ન થયેલા હોય. તે ગુરુના વચન સુખેથી સમજી શકે છે અથવા