________________
ગુરુનું માહાત્મા તેના વચન ગુરુ સુખેથી સમજી શકે છે.
(૨) ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા હોય. પિતાનું હોય તે કુળ કહેવાય - ઇક્વાકુ વગેરે. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ ઉપાડેલા ભારને વહન કરવામાં થાકતો નથી.
(૩) ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલા હોય. માતાની હોય તે જાતિ કહેવાય. ઉત્તમ જાતિવાળા વિનય વગેરે ગુણોવાળા હોય છે.
(૪) સારા રૂપવાળા હોય. જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણ હોય - એ ન્યાયે રૂપનું ગ્રહણ
કર્યું.
(પ-૬) ઉત્તમ સંઘયણવાળા હોય, ધીરજવાળા હોય. તે વ્યાખ્યાન વગેરેમાં ખેદ ન પામે.
(૭) અનાશંસી - શ્રોતાઓ પાસેથી વસ્ત્ર વગેરેની ઇચ્છા ન રાખે. (૮) અવિકલ્થન - હિતકારી અને પરિમિત બોલનારા હોય. (૯) અમાયી - વિશ્વાસ કરવા યોગ્ય હોય. (૧૦) સ્થિરપરિપાટિ - શાસ્ત્રોને ખૂબ પરિચિત કર્યા હોય. તે સૂત્ર-અર્થને ભૂલે નહીં. (૧૧) ગ્રાહ્યવાક્ય - બધે એમની આજ્ઞાનું પાલન થતું હોય. (૧૨) જિતપર્ષદ્ - રાજા વગેરેની સભામાં પણ ક્ષોભ ન પામે. (૧૩) જિતનિદ્ર - નિદ્રાના પ્રમાદમાં પડેલા શિષ્યોને સુખેથી સમજાવી શકે. (૧૪) મધ્યસ્થ - શિષ્યો પર સમાન મનવાળા હોય. (૧૫, ૧૬, ૧૭) દેશ-કાળ-ભાવને જાણે - તે સુખેથી ગુણવાન દેશ વગેરેમાં વિચરે. (૧૮) આસગ્નલબ્ધપ્રતિભ-પરવાદીને તરત જવાબ આપી શકે.
(૧૯) જુદા જુદા દેશોની ભાષાને જાણે-તે જુદા જુદા દેશોમાં જન્મેલા શિષ્યોને સુખેથી સમજાવે છે.
(૨૦-૨૪) જ્ઞાનાચાર વગેરે પાંચ આચારોથી યુક્ત હોય. તેમના વચન પર શ્રદ્ધા બેસે.
(૨૫) સૂત્ર, અર્થ અને બન્નેની વિધિને જાણે. ઉત્સર્ગ - અપવાદના વિસ્તારને બરાબર સમજાવે.