________________
ગુરુનું માહાભ્ય ' (૨૬-૨૯) આહરણ, હેતુ, કારણ અને નયોમાં હોંશિયાર હોય. તે સુખેથી આમનો પ્રયોગ કરે છે. આહરણ એટલે દષ્ટાંત. અન્વય-વ્યતિરેકવાળો હોય તે હેતુ. દષ્ટાંત વગેરેથી રહિત યુક્તિ તે કારણ. નૈગમ વગેરે નયો છે.
(૩૦) ગ્રાહણાકુશળ - તે શિષ્યોને ઘણી યુક્તિઓથી સમજાવે છે.
(૩૧-૩૨) સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતને જાણનારા હોય. તે સુખેથી તેના મંડન અને ખંડન કરે છે.
(૩૩) ગંભીર – કોઈ એમના અંદરના ભાવને જાણી ન શકે એવા હોય. (૩૪) દીપ્તિમાન - બીજા તેમનો પરાભવ ન કરી શકે.
(૩૫) શિવ-કલ્યાણમાં કારણભૂત હોય. તેઓ જ્યાં રહેલા હોય તે દેશમાં મારી વગેરે શાંત થઈ જાય.
(૩૬) સૌમ્ય - બધા લોકોના મન અને આંખને ગમે તેવા હોય.
આવા વિનય વગેરે અનેક ગુણોથી યુક્ત એવા ગુરુ અરિહંતપ્રભુના શાસનના સારને કહેવા માટે યોગ્ય છે, એટલે કે શાસ્ત્રોની વાચના (પ્રવચન) આપવા માટે યોગ્ય છે.
અથવા આ રીતે છત્રીશ ગુણો છે –
જેની પાસે ગણ એટલે કે ગચ્છ છે તે ગણી એટલે કે આચાર્ય. તેમની સંપત્તિ એટલે સમૃદ્ધિ આઠ પ્રકારની છે - (૧) આચારસંપત્તિ
(૨) શ્રુતસંપત્તિ (૩) શરીરસંપત્તિ
(૪) વચનસંપત્તિ (૫) વાચનાસંપત્તિ
(૬) અતિસંપત્તિ (૭) પ્રયોગમતિસંપત્તિ
(૮) સંગ્રહપરિજ્ઞાસંપત્તિ આ દરેકના ચાર પ્રકાર છે. એટલે ૮ x ૪ = ૩૨ આચાર્યના ગુણો થાય. વિનયના ચાર પ્રકાર છે. એટલે કુલ ૩૬ ગુણો થાય. (૧) આચારસંપત્તિ - આચારરૂપી સંપત્તિ તે આચારસંપત્તિ. તે ચાર પ્રકારની છે. તે આ
પ્રમાણે(i) સંયમધુવયોગયુક્તતા - ચારિત્રમાં હંમેશા સમાધિપૂર્વકનો ઉપયોગ હોવાપણું.