SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુનું માહાભ્ય (i) અસંપ્રગ્રહ - પોતાના જાતિ વગેરેના અભિમાનરૂપ આગ્રહને વર્જવો. (i) અનિયતવૃત્તિ - અનિયત વિહાર કરવો. (iv) વૃદ્ધશીલતા – શરીરનું અને મનનું નિર્વિકારીપણું. (૨) શ્રુતસંપત્તિ - તે ચાર પ્રકારની છે – (i) બહુશ્રુતતા - યુગમાં પ્રધાન (મુખ્ય) એવા બધા શાસ્ત્રો જણવાપણું. (i) પરિચિતસૂત્રતા – ઉત્ક્રમથી અને ક્રમથી ભણવા વગેરે વડે સૂત્રો સ્થિર હોવાપણું. (ii) વિચિત્રસૂત્રતા - સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત વગેરેના શાસ્ત્રોને જાણવાપણું. (iv) ઘોષવિશુદ્ધિકરણતા - ઉદાત્ત વગેરે ઘોષને જાણવાને લીધે તેની વિશુદ્ધિ કરવાપણું. (૩) શરીરસંપત્તિ - તે ચાર પ્રકારની છે – (i) આરોહપરિણાયુક્તતા - શરીરનો લંબાઈ વગેરે વિસ્તાર ઉચિત હોવો. (i) અનવત્રપ્યતા - લજ્જા થાય તેવા શરીરના અંગો ન હોવા. (ii) પરિપૂર્ણયિતા - આંખ વેગેર ઇન્દ્રિયો હણાયેલી ન હોવી. (iv) સ્થિરસંહનનતા - તપ વગેરે કરવામાં શક્તિ હોવી. (૪) વચનસંપત્તિ - તે ચાર પ્રકારની છે(i) આદેયવચનતા - તેમનું વચન બીજા માને. (ii) મધુરવચનતા - મીઠા વચનો બોલવા. (ii) અનિશ્રિતવચનતા - રાગ-દ્વેષ વિના મધ્યસ્થ વચન બોલવા. (iv) અસંદિગ્ધવચનતા - તેમના વચનમાં બીજાને શંકા ન થાય. (૫) વાચનસંપત્તિ - તે ચાર પ્રકારની છે(i) વિદિવોદેશને – પરિણામક વગેરે શિષ્યને જાણીને શાસ્ત્રોનો ઉદ્દેશ કરવો. (i) વિદિવા સમુદેશન - પરિણામક વગેરે શિષ્યને જાણીને શાસ્ત્રોનો સમુદેશ કરવો. (ii) પરિનિર્વાણ્યવાચના - પૂર્વે આપેલા આલાવા શિષ્યને સમજાવીને ફરી સૂત્ર આપવા.
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy