________________
૮૮
ગુરુનું માહાભ્ય (W) અર્થનિર્વાપણા - આગળ-પાછળ સંગત થાય તે રીતે અર્થ સમજાવવા. (૬) મતિસંપત્તિ - તે ચાર પ્રકારની છે – (i) અવગ્રહ - આ કંઈક છે એવો અતિઅવ્યક્ત બોધ થવો. (i) ઇહા - આ વસ્તુ આવી હોવી જોઈએ – એવી સંભાવનારૂપ બોધ થવો. (ii) અપાય - આ વસ્તુ આ જ છે – એવો નિશ્ચયરૂપ બોધ થવો. (iv) ધારણા - નિર્ણિત વસ્તુને સ્મૃતિરૂપે ધારી રાખવી. (૭) પ્રયોગમતિસંપત્તિ - પ્રયોગ એટલે વાદમુદ્રા. પ્રયોગમતિસંપત્તિ ચાર પ્રકારે છે – (i) આત્મપરિજ્ઞાન - વાદ વગેરેના સામર્થ્યના વિષયમાં પોતાની શક્તિ જાણવી. (i) પુરુષપરિજ્ઞાન - શું આ વાદી સાંખ્ય છે કે બૌદ્ધ છે? વગેરે જાણવું. (ii) ક્ષેત્રપરિજ્ઞાન - શું આ ક્ષેત્ર માયાની બહુલતાવાળું છે કે સરળ છે? શું આ ક્ષેત્ર
સાધુઓથી ભાવિત છે કે નહીં? વગેરે જાણવું. (iv) વસ્તુજ્ઞાન - શું આ રાજા, મંત્રી, સભાજનો વગેરે ભદ્રિક છે કે નહીં? તે જાણવું. (૮) સંગ્રહપરિજ્ઞાસંપત્તિ - સંગ્રહ એટલે સ્વીકારવું. તેના જ્ઞાનરૂપી સંપત્તિ તે સંગ્રહ
પરિજ્ઞાસંપત્તિ. તે ચાર પ્રકારની છે – (i) પીઠફલકાદિવિષયક – પાટ, પાટલા વગેરે સંબંધી. (i) બાલાદિયોગ્યક્ષેત્રવિષયક – બાળ વગેરેને યોગ્ય ક્ષેત્ર સંબંધી. (i) યથાસમય સ્વાધ્યાયાદિવિષયક – ઉચિત સમયે સ્વાધ્યાય વગેરે સંબંધી. (iv) યથોચિતવિનયાદિવિષયક - ઉચિત વિનય વગેરે સંબંધી.
| વિનયના ચાર પ્રકાર છે – (૧) આચારવિનય - તે ચાર પ્રકારે છે(i) સંયમસામાચારી - પૃથ્વીકાયની રક્ષા વગેરે સત્તર પ્રકારના સંયમનું સ્વયં પાલન
કરવું, બીજા પાસે પાલન કરાવવું, સીદાતાને સ્થિર કરવા, પ્રયત્નશીલની અનુમોદના
કરવી. (i) તપસામાચારી - પક્ની વગેરેમાં ઉપવાસ વગેરે તપ પોતે કરવો અને બીજા પાસે