________________
ગુરુનું માહાત્મ્ય
કરાવવો.
૮૯
(iii) ગણસામાચારી - પડિલેહણ વગેરેમાં અને બાળ, ગ્લાન વગેરેની વૈયાવચ્ચ વગેરેમાં સીદાતાં ગણને પ્રવર્તાવવો અને પોતે પણ ઉદ્યમ કરવો.
(iv) એકાકીવિહારસામાચારી - એકાકીવિહારની પ્રતિમાને સ્વયં સ્વીકારવી અને બીજાને સ્વીકાર કરાવવી.
(૨) શ્રુતવિનય – તે ચાર પ્રકારે છે
(i) સૂત્રગ્રાહણા - સૂત્ર આપવા
(ii) અર્થશ્રાવણા - અર્થ સમજાવવા.
(iii) હિતવાચના – યોગ્યતા પ્રમાણે વાચના આપવી.
(iv) નિઃશેષવાચના – સમાપ્તિ સુધી પૂરી વાચના આપવી.
(૩) વિક્ષેપણવિનય - તે ચાર પ્રકારે છે -
(i) મિથ્યાદષ્ટિને મિથ્યાત્વમાંથી ખસેડી જિનશાસનમાં સ્થાપવો.
(ii) સમ્યગ્દષ્ટિને આરંભમાંથી ખસેડી ચારિત્રમાં સ્થાપવો.
(iii) ધર્મથી ભ્રષ્ટ થયેલાને ધર્મમાં સ્થાપવો.
(iv) ચારિત્ર સ્વીકારેલ પોતાને અને બીજાને દોષિત આહાર-પાણીથી અટકાવીને હિત માટે સજ્જ કરવા.
(૪) દોષનિર્ઘાતવિનય - તે ચાર પ્રકારે છે -
(i) ગુસ્સે થયેલાનો ગુસ્સો દૂર કરવો.
(ii) વિષયો વગેરેના દોષવાળાના દોષો દૂર કરવા.
(iii) પરસિદ્ધાંત વગેરેની કાંક્ષાવાળાની કાંક્ષાને છેદવી.
(iv) પોતે ઉપર કહેલા દોષો વિનાનો હોવાથી આત્મામાં એકાગ્ર થવું.
આમ પોતાને અને બીજાને વિનીત બનાવે તે વિનય. આ માત્ર દિશાસૂચન છે. વિશેષ અર્થ તો વ્યવહારસૂત્રમાંથી જાણી લેવો. આ બધા મળીને આચાર્યના છત્રીસ ગુણો થાય છે.
ત્રીજી છત્રીશી તો આ પ્રમાણે છે -