SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુનું માહાત્મ્ય છ વ્રત – છ કાય – છ અકલ્પ વગેરે એ અઢાર, આચાર વગેરે આઠ અને દસ પ્રકારનું પ્રાયશ્ચિત્ત - આમ આચાર્યના છત્રીશ ગુણો થાય છે. છ વ્રત અને છ કાય જણાયેલા છે. છ અકલ્પ વગેરે આ પ્રમાણે છે – (૧) અકલ્પ - તે બે પ્રકારે છે - ૯૦ (i) શિક્ષકસ્થાપનાઅકલ્પ - જેણે પિંડ, શય્યા, વસ્ત્ર અને પાત્રાની એષણા ન ભણી હોય તેણે લાવેલા પિંડ વગેરે સાધુને ન કલ્પે. શેષકાળમાં અયોગ્યમુમુક્ષુઓને અને ચોમાસામાં યોગ્ય-અયોગ્ય બન્ને મુમુક્ષુઓને પ્રાયઃ દીક્ષા ન અપાય. (ii) અકલ્પસ્થાપનાઅકલ્પ – દોષિત પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર સંબંધી અકલ્પ. - (૨) ગૃહસ્થભાજન - કાંસાની વાટકી વગેરે. (૩) પલંગ – માચડા વગેરે પર બેસવું. (૪) નિષદ્યા - ગોચરી માટે ઘરમાં પેસીને સાધુનું ત્યાં બેસવું. (૫) સ્નાન - તે બે પ્રકારે છે - (i) દેશસ્નાન - માત્ર આંખની પાંપણને વે તે પણ દેશસ્નાન છે. = (ii) સર્વસ્નાન - સંપૂર્ણ શ૨ી૨ને ધોવું. (૬) શોભા - વિભૂષા કરવી. આ છનું વર્જન કરવું. આમ અઢાર થયા. આ અઢાર આચાર્યના ગુણ એટલા માટે છે કે એમના અપરાધોમાં તેઓ સારી રીતે પ્રાયશ્ચિત્તને જાણે છે. આચારવાન વગેરે આઠ ગુણો પૂર્વે કહ્યા મુજબ જાણવા. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારે છે. તે આ પ્રમાણે (૧) આલોચનાયોગ્ય - નજીકના ઘરમાંથી લાવેલ અતિચાર રહિત ભિક્ષા વગેરે ગુરુને બતાવવી. (૨) પ્રતિક્રમણયોગ્ય - અનુપયોગથી પ્રમાર્ષ્યા વિનાની જગ્યાએ થૂંકવા વગેરેમાં જીવહિંસા ન થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્ આપવું. (૩) ઉભયયોગ્ય - સંભ્રમ (ઉતાવળ), ભય વગેરેથી બધા વ્રતોના અતિચારમાં ગુરુને કહેવું અને મિચ્છામિદુક્કડમ્ આપવું.
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy