SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુનું માહાભ્ય ૮૧ એમ દુષ્ટબળદ જેવો જે અહિતને વહન કરનારી બુદ્ધિવાળો શિષ્ય હોય તે આચાર્યાદિના કાર્યોને વારંવાર કહેવાયેલો છતો કરે છે, અથવા તો આચાર્યોને ગમેલા કાર્યોને કરે છે અને બીજા પાસે કરાવે છે. (આશય એ છે કે વિજ્ઞાનું શબ્દ ગાથામાં છે, એનો ત્યાનાં શબ્દ લો, તો આચાર્યાદિના...એમ અર્થ થાય. પણ આચાર્યાદિના કાર્યોને કરે. એમ “કાર્યોને શબ્દ તો અધ્યાહારથી સમજવો પડે. એટલે ત્યાન એમ શબ્દ પણ લઈ શકાય. એનો અર્થ એ કે આચાર્યોને ગમેલા કાર્યો...પ્રતિ ના બે અર્થ કરેલા છે. નિઝાવિત એટલે સ્વયં એ કાર્ય કરે. પ્રયુ એટલે અન્યોને પણ એ કાર્યમાં જોડે.) (૯/૨/૧૯) પણ આ રીતે વારંવાર કહેવાયાથી કરાયેલા આ કાર્યો સારા નહિ. એ વાત કહે છે - ગાથાર્થ - કાલ, છંદ, ઉપચારને જાણીને હેતુઓ વડે તે તે ઉપાયથી તેને તેને સંપાદિત કરે. (૯/૨/૨૦) ટીકાર્ચ - શરદઋતુ વગેરે કાળ, આચાર્યની ઇચ્છા એ છન્દ, આચાર્યાદિને પ્રસન્ન કરવાનો પ્રકાર એ ઉપચાર, ૨ શબ્દથી દેશ વગેરે પણ લઈ લેવા. આ બધું જાણીને તે તે કાર્યને અનુરૂપ એવા કારણો વડે ગૃહસ્થાવર્જન વગેરે ઉપાયથી આચાર્યને પિત્તહર વગેરે અશનાદિ આપવા જોઈએ. (કાલાદિ જાણીને એ પ્રમાણે આચાર્યાનુકૂળ વસ્તુનો નિર્ણય કરવો...એ પછી એ વસ્તુ મેળવવા માટે તે તે ઉપાયો આદરવા.) જેમકે શરદ વગેરે કાળમાં પિત્તને હરી લે વગેરે પ્રકારનું ભોજન આપવું, પ્રવાતનિવાત વગેરે રૂપ શવ્યા કરવી (બહુપવનવાળી કે પવન વિનાની વગેરે...) અથવા ઇચ્છાને અનુકૂળ વસ્તુ આપવી. એટલે કે જેમને જે હિતકારી હોય અને એમને ગમતું પણ હોય તે તેમને આપવું. ઉપચાર = આરાધનાપ્રકાર. તે આ પ્રમાણે – અનુકૂળ બોલવું, શાસ્ત્રોનો અભ્યાસ કરવો, વૈયાવચ્ચ કરવી વગેરે. દેશની અપેક્ષાએ આ પ્રમાણે કે અનૂપદેશ વગેરેને ઉચિત વસ્તુ આપવી. (ભેજવાળો દેશ તે અનૂપદેશ.) તથા અનુરૂપ કારણો વડે આ પ્રમાણે કે નિષ્ઠીવન વગેરે હેતુઓ (વારંવાર કફના ગળફા પ્યાલાદિમાં ઘૂંકવા...) દ્વારા શ્લેષ્મની અધિકતાને જાણીને તેને ઉચિત વસ્તુનું સંપાદન કરે. ((૧) કાળ (૨) છન્દ (૩) ઉપચાર (૪) દેશ (૫) હેતુઓ...આ બધા અનુસાર
SR No.022275
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy