________________
ગુરુનું માહાત્મ્ય અનુત્તર એવા જ્ઞાનાદિને મેળવવાની ઇચ્છાવાળો સાધુ આવા પ્રકારના આચાર્યની વિનય કરવા દ્વારા આરાધના કરે.
૭૮
માત્ર એકવાર નહિ, પરંતુ નિર્જરાને માટે વારંવાર વિનય કરવા દ્વારા સાધુ એમને સંતોષ પમાડે. ‘‘જ્ઞાનાદિ ફલોની અપેક્ષાએ પણ સંતોષ પમાડે.” એવું નહિ.
(‘‘આ ગુરુને સંતોષ પમાડીશ તો મને એમની પાસેથી શ્રુતજ્ઞાન મળશે.’ એવા પ્રકારની ઇચ્છાથી એમને ખુશ નહિ કરવા. પરંતુ ‘‘એ મને કંઈપણ આપે કે ન આપે પરંતુ એમની સેવા કરવાથી મને તો નિર્જરા મળવાની જ છે.” એવી ભાવનાથી એમને ખુશ કરવા.) (૯/૧/૧૬)
ગાથાર્થ - મેધાવી સુભાષિતને સાંભળીને અપ્રમત્ત થઈ આચાર્યની શુશ્રુષા કરે, અનેકગુણોને આરાધીને તે અનુત્તર સિદ્ધિને પામે. (૯/૧/૧૭)
ટીકાર્થ - મેધાવી = બુદ્ધિમાન = મર્યાદાવાન. સાધુએ ગુરુની આરાધનાનાં ફળનું નિરૂપણ કરનારા એવા સુભાષિતોને = સુંદરવચનોને સાંભળીને આચાર્યાદિની સેવા કરવી જોઈએ. નિદ્રા વગેરે પ્રમાદ વિનાનો તે તેમની આજ્ઞાને કરે.
જે આ પ્રમાણે ગુરુની શુશ્રૂષામાં લીન છે, તે જ્ઞાનાદિ અનેક ગુણોને આરાધીને અનુત્તર = જેની પછી કોઈ સિદ્ધિ નથી એવી સિદ્ધિને એટલે કે મુક્તિને પામે છે.
આ મુક્તિને એ તરત જ પામે કે સુકુલ વગેરેની પરંપરાથી પામે. વ્રીમિ એ શબ્દ પૂર્વની જેમ સમજવો. આ સૂત્રાર્થ છે. (૯/૧/૧૭)
હવે વિશેષથી લોકોત્તરવિનયના ફળને બતાવે છે –
ગાથાર્થ - જેઓ આચાર્ય-ઉપાધ્યાયના શુશ્રુષાવચનને ક૨ના૨ા છે, તેઓની શિક્ષા જલસિક્ત વૃક્ષોની જેમ વધે છે. (૯/૨/૧૨)
ટીકાર્થ - આચાર્ય અને ઉપાધ્યાય પ્રતીત જ છે, તેઓના શુશ્રુષાવચનને કરનારા એટલે કે પૂજાપ્રધાન એવા વચનકરણનાં સ્વભાવવાળા જેઓ છે. (અર્થાત્ એમનું વચન પાળે એ એમના પ્રત્યેનાં બહુમાન-વિનયાદિપૂર્વક પાળે. વેઠ ઉતારવા રૂપે, તિરસ્કારથી વચનપાલન નહિ...)
પુણ્યશાળી એવા તેઓની ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા રૂપી ભાવાર્થાત્મક શિક્ષા વૃદ્ધિ પામે છે.
આ વિષયમાં દૃષ્ટાન્ત કહે છે કે જેમ જલથી સિંચાયેલા વૃક્ષો વૃદ્ધિ પામે છે તેમ. (૯/૨/૧૨)