________________
ગુરુનું માહાભ્ય
વળી આ કારણથી પણ તેઓ પૂજ્ય છે. એ કહે છે કે –
ગાથાર્થ - જેમ રાત્રિના અંતે સૂર્ય કેવલ ભારતને પ્રકાશિત કરે છે. એમ આચાર્ય શ્રુતશીલબુદ્ધિથી (પદાર્થોને પ્રકાશિત કરે છે, આ આચાર્ય) દેવોની મધ્યમાં ઇંદ્રની જેમ શોભે છે. (૯/૧/૧૪)
ટીકાર્ય - જે રીતે રાત્રિના અંતે, દિવસે તપતો એવો સૂર્ય આખા ભરતક્ષેત્રને પ્રકાશિત કરે છે, તુ શબ્દથી સમજવાનું કે ક્રમશઃ બીજા ક્ષેત્રને પણ પ્રકાશિત કરે છે.
એમ સૂર્યની જેમ આચાર્ય આગમથી, પરદ્રોહની વિરતિ(હિંસાત્યાગ)રૂપ શીલથી અને સ્વાભાવિક બુદ્ધિથી યુક્ત છતાં જીવાદિ ભાવોને પ્રકાશિત કરે છે.
આ રીતે વર્તતા, સુસાધુઓથી પરિવરેલા આચાર્ય સામાનિકાદિ દેવોની વચ્ચે રહેલા ઇંદ્રની જેમ શોભે છે. (૯/૧/૧૪).
ગાથાર્થ - જેમ કૌમુદીયોગયુક્ત, નક્ષત્ર-તારાગણથી પરિવરેલો ચંદ્ર નિર્મળવાદળમુક્ત આકાશમાં શોભે, એમ ગણી સાધુઓની મધ્યમાં શોભે. (૯/૧/૧૫)
ટીકાર્ય - જેમ કૌમુદીયોગવાળો, કાર્તિક પુનમના દિવસે ઊગેલો એવો, નક્ષત્ર અને તારાના ગણથી પરિવરેલા આત્માવાળો એટલે કે નક્ષત્રાદિવાળો ચંદ્ર આકાશમાં શોભે છે...
આકાશ કેવું? એ દર્શાવે છે કે વિમલ અને વાદળ વિનાનું આકાશ. વાદળ વિનાનું આકાશ જ અત્યંત નિર્મળ હોય છે. એવું જણાવવા માટે અભ્રમુક્ત વિશેષણ છે.
આવા પ્રકારના ચંદ્રની જેમ આચાર્ય સાધુઓની વચ્ચે શોભે છે. આથી આ આચાર્ય મહાન હોવાથી પૂજ્ય છે. (૯/૧/૧૫)
વળી
ગાથાર્થ - ટીકાર્ય - આચાર્ય જ્ઞાનાદિ ભાવરત્નોની અપેક્ષાએ રત્નોની મોટી ખાણ જેવા છે.
તથા મહૈષી = મોક્ષની ઇચ્છાવાળા છે.
કેવી રીતે મહેપી? એ કહે છે કે ધ્યાનવિશેષરૂપ સમાધિયોગથી, દ્વાદશાંગીના અભ્યાસરૂપ શ્રુતથી, પરદ્રોહની વિરતિરૂપ શીલથી તથા ઔત્પાતિકી વગેરે રૂપ બુદ્ધિથી તેઓ મોક્ષને પામવાની ઇચ્છાવાળા છે.
બીજાઓ કહે છે કે આચાર્ય સમાધિયોગ + શ્રુત + શીલ + બુદ્ધિની મોટી ખાણ છે.