________________
૭૬
પર્યાયો એ પરપર્યાયો...) (૯/૧/૧૧) આ જ વાતને સ્પષ્ટ કરે છે કે -
ગુરુનું માહાત્મ્ય
ગાથાર્થ - જેની પાસે ધર્મપદોને શીખે, તેની પાસે વિનય પ્રયુંજે. અંજલિવાળો નિત્ય કાય, વચન અને મનથી મસ્તકથી સત્કાર કરે. (૯/૧/૧૨)
ટીકાર્થ - જેની પાસે ધર્મરૂપી ફળને આપનારા એવા સિદ્ધાન્તપદોને ભણે એટલે કે એ પદોને સ્વીકારે, તેની પાસે વિનય કરવો. વિનય એ જ વૈયિક કહેવાય છે.
પ્રશ્ન ઃ કેવી રીતે વિનય કરવો ?
ઉત્તર : અભ્યુત્થાનાદિ પૂર્વે કહેલા પ્રકારે વિનય કરવો.
તથા મસ્તકથી પ્રોડ્ગત અંજલિવાળો = માથા ઉપર ઊંચે જોડેલા હાથવાળો સાધુ દેહથી, વાણીથી = મસ્તન વન્દે એવા શબ્દથી અને મનથી = ભાવપ્રતિબંધથી બહુમાનથી સદાય સત્કાર કરે.
=
માત્ર સૂત્રનું ગ્રહણ કરવાના કાળે જ વિનય ન કરવો (પણ સદા કરવો), નહિ તો પુણ્યાનુબંધનો વ્યવચ્છેદ થવાનો પ્રસંગ આવે. (૯/૧/૧૨)
આ પ્રમાણે મનમાં વિચારવું કે -
ગાથાર્થ - કલ્યાણભાગીનાં વિશોધિસ્થાનભૂત જે લજ્જા, દયા, સંયમ, બ્રહ્મચર્યને ગુરુ જે મને સતત કહે છે, હું તે ગુરુની સતત પૂજા કરું છું. (૯/૧/૧૩)
ટીકાર્થ - લજ્જા = નિંદાનો ભય. દયા = અનુકંપા. સંયમ = પૃથ્વી વગેરે જીવ સંબંધી સંયમ. બ્રહ્મચર્ય = વિશુદ્ધ તપાનુષ્ઠાન.
આ બધું કલ્યાણને ભજનારા જીવને કર્મમલનો વિનાશ કરવાનું સ્થાન છે.
પ્રશ્ન ઃ એ જીવ કલ્યાણને ભજનારો શી રીતે બને છે ?
ઉત્તર ઃ અલજ્જા, અદયા, અસંયમ, અબ્રહ્મચર્ય આ બધા વિપક્ષોનો એ ત્યાગ કરે છે, એ ત્યાગ કરવા દ્વારા એ લજ્જાદિ કુશલપક્ષમાં પ્રવૃત્તિ કરે છે, એટલે એ કલ્યાણને ભજનારો બને છે. (અથવા વિપક્ષ = અકુશલપક્ષ...)
જે આચાર્ય આ વિશોધિસ્થાન વડે મને સતત અનુશાસન કરે છે એટલે કે મને કલ્યાણની યોગ્યતા પમાડે છે, તે એવા પ્રકારના ગુરુની હું સતત પૂજા કરું છું. ગુરુ સિવાય બીજો કોઈ પૂજાને યોગ્ય નથી. (૯/૧/૧૩)