________________
૭૫
ગુરુનું માહાભ્ય
ગાથાર્થ - કદાચ મસ્તકથી પર્વતને ભેદે, કદાચ કોપિત સિંહ ખાઈ ન જાય, કદાચ શક્તિનો અગ્રભાગ (હસ્તાદિને) ન ભેદે પણ ગુરુની હીલનાથી મોક્ષ નથી. (૯/૧૯)
ટીકાર્ય - ક્યારેક એવું બને કે કોઈ વાસુદેવાદિ પ્રભાવના અતિશયથી મસ્તક દ્વારા પર્વતને પણ ભેદે. કદાચ એવું બને કે ક્રોધિત સિંહ(પણ) મંત્રના સામર્થ્યને કારણે માણસને ન ખાય. કદાચ એવું બને કે પ્રહાર આપવા છતાં પણ શક્તિનો અગ્રભાગ દેવતાનાં અનુગ્રહાદિનાં કારણે હસ્તાદિને ન ભેદે. પણ ગુરુની આશાતનાથી મોક્ષ ન થાય. (૯/૧/૯)
આ પ્રમાણે “અગ્નિ વગેરેની આશાતના કરતાં ગુરુની આશાતના મોટી છે એ આશયનું પ્રદર્શન કરવા માટે કહે છે કે –
ગાથાર્થ - આચાર્ય અપ્રસન્ન હોય તો અબોધિ, આશાતના થાય. મોક્ષ ન થાય. તેથી અનાબાધ-સુખાભિકાંક્ષી ગુરુપ્રસાદાભિમુખ રમે. (૯/૧/૧૦)
ટીકાર્થ - પૂજનીય આચાર્ય અપ્રસન્ન થાય તો...ઇત્યાદિ પૂર્વાર્ધ = ગાથાનો પ્રથમ અડધો ભાગ પૂર્વની જેમ જાણવો.
આવું છે, માટે મોક્ષસુખની અભિલાષાવાળો સાધુ આચાર્યાદિની કૃપા મળે એને વિશે ઉદ્યમવાળો બને. (૯/૧/૧૦)
ક્યા પ્રકારે ઉદ્યમવાળો બને? એ દેખાડે છે -
ગાથાર્થ - જેમ આહિતાગ્નિ વિભિન્ન આહુતિમંત્રપદોથી અભિષિક્ત અગ્નિને નમે, તેમ અનંતજ્ઞાનોપગત એવો પણ સાધુ આચાર્યને સેવે. (૯/૧/૧૧)
ટીકાર્થ - કરાયેલું છે આવસથ = અગ્નિકુંડાદિ જેના વડે એવો બ્રાહ્મણ અગ્નિને નમસ્કાર કરે.
એ અગ્નિ કેવો છે? એ દર્શાવે છે કે ઘીનો પ્રક્ષેપ કરવો વગેરે આહુતિ છે. અન્ય સ્વાહી વગેરે મંત્રપદો છે. આ બધાથી અભિષેક કરાયેલો એવો તે અગ્નિ છે. એટલે કે મંત્રદીક્ષાથી સંસ્કારિત કરાયેલો અગ્નિ છે. -
આમ અગ્નિની સેવા જેમ બ્રાહ્મણ કરે, એમ સાધુ વિનય વડે આચાર્યની સેવા કરે.
એ સાધુ કેવો છે? એ દર્શાવે છે કે સ્વપર્યાય અને પરપર્યાયની અપેક્ષાએ અનંત એવી વસ્તુ જે જ્ઞાનથી જણાય તે અનંતજ્ઞાન, તેને પામેલો એવો પણ સાધુ ગુરુને સેવે. તો બીજાઓ તો શું? (તેઓ તો અવશ્ય સેવા કરે જ....)
(વસ્તુમાં પોતાના કહેવાતા ગુણો-પર્યાયો એ સ્વપર્યાયો અને વસ્તુમાં ન રહેલા ગુણો