________________
७४
ગુરુનું માહાભ્ય આવું છે, માટે ગુરુની આશાતનાથી મોક્ષ ન થાય. પ્રશ્નઃ મોક્ષ કેમ ન થાય?
ઉત્તર ઃ અબોધિની પરંપરાનો અનુબંધ ચાલે, એનાથી અનંતસંસારીપણું થાય એટલે મોક્ષ ન થાય. (૯/૧/૫)
ગાથાર્થ - જે બળેલા અગ્નિને અપક્રમે, સાપને ગુસ્સે કરે, જીવિતાર્થી જે ઝેર ખાય...ગુરુની આશાતના સાથે આ ઉપમા છે. (૯/૧/૬)
ટીકાર્થ - જે ભડભડ બળતા અગ્નિનો ટેકો લઈને ઊભો રહે, અથવા તો સાપને ગુસ્સો કરાવે, અથવા તો જીવવાની ઇચ્છાવાળો ઝેર ખાય, ગુરુસંબંધી કરાયેલી આશાતના સાથે આ ઉપમા અપાય. અર્થાત્ નુકસાનોની પ્રાપ્તિ પ્રત્યે આ ઉપમા છે.
અર્થાતુ અગ્નિ, સર્પ, ઝેર દ્વારા જેમ નુકસાન થાય, તેમ ગુરુની આશાતનાથી નુકસાન થાય. (૯/૧/૬)
આમાં વિશેષતા બતાવે છે કે -
ગાથાર્થ - કદાચ અગ્નિ તેને ન બાળે, કદાચ ગુસ્સે થયેલ સર્પ ડંખે નહિ, કદાચ હલાહલ ઝેર ન મારે તો પણ ગુરુહીલનાથી મોક્ષ ન થાય. (૯/૧/૭).
ટીકાર્થ - કદાચ એવું બને કે મંત્રાદિના પ્રતિબંધના કારણે અગ્નિ એ માણસને ન બાળે. કદાચ એવું બને કે ગુસ્સે થયેલો સર્પ દંશ ન મારે. મંત્રાદિના પ્રતિબંધના કારણે જ આવું બને. કદાચ એવું બને કે અતિભયંકર ઝેર પણ ન મારે.
આમ આ બધું કદાચ બની જાય, પણ ગુરુની કરાયેલી આશાતનાથી મોક્ષ (તો ક્યારેય) ન થાય. (૯/૧/૭)
ગાથાર્થ - જે મસ્તકથી પર્વતને ભેદવા ઇચ્છે, ઊંઘેલા સિંહને જગાડે, જે શક્તિના અગ્રભાગમાં પ્રહાર આપે ગુરુની આશાતના સાથે આ ઉપમા છે. (૯/૧|૮)
ટીકાર્ય - જે માણસ પર્વતને મસ્તકથી ભેદવા માટે ઇચ્છે, અથવા પર્વતની ગુફામાં ઊંધેલા સિંહને જગાડે, અથવા જે શક્તિ નામના એક શસ્ત્રવિશેષની ધાર ઉપર હાથથી પ્રહાર કરે...ગુરુની આશાતના સાથે આ ઉપમા છે... આ પણ પહેલાની જેમ જ સમજવું. (૯/૧/૮).
અહીં વિશેષતા દર્શાવે છે –